Mehsana News/ મહેસાણામાં કોંગ્રેસ બેઠકમાં ઘૂસેલા IB કર્મચારીઓ પર બબાલ, મોબાઈલમાંથી અશ્લીલ વીડિયો મળ્યાનો આક્ષેપ

મહેસાણા કોંગ્રેસ (Mehsana Congress meeting) કાર્યાલય ખાતે યોજાયેલી ખાનગી સમીક્ષા બેઠકમાં IB કર્મચારીઓ ઘૂસ્યાનો કોંગ્રેસનો આક્ષેપ.

Top Stories Gujarat Others Breaking News
Mehsana Congress meeting:મહેસાણા કોંગ્રેસ ઓફિસમાં જાસૂસીનો આક્ષેપ

Mehsana News: મહેસાણાથી એક રાજકીય રીતે ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ (Congress) કાર્યાલય ખાતે યોજાયેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Mehsana Congress meeting)ની ખાનગી સમીક્ષા બેઠક દરમિયાન ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ના કર્મચારીઓ ઘૂસી આવ્યા હોવાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે બેઠક દરમિયાન IB સાથે જોડાયેલા લોકો વીડિયો બનાવી રહ્યા હતા, જેને લઈને નેતાઓમાં ભારે નારાજગી ફેલાઈ હતી.

કોંગ્રેસ (Mehsana Congress meeting)ની હાર પર યોજાઈ હતી સમીક્ષા બેઠક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ (Mehsana Congress meeting)ને મળેલી કારમી હાર બાદ મહેસાણા ખાતે પ્રદેશ કોંગ્રેસ (Congress) દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓના નેતાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. બેઠકમાં ચૂંટણી દરમિયાન થયેલી ભૂલો, ઉમેદવારોની હારના કારણો અને પક્ષ વિરુદ્ધ કામ કરનાર કાર્યકરો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસે ચૂંટણી દરમિયાન ફોર્મ પરત ખેંચનારા તેમજ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવાની પણ તૈયારી શરૂ કરી છે.

વીડિયો બનાવતા કોંગ્રેસ નેતાઓ ભડક્યા

કોંગ્રેસ (Mehsana Congress meeting)ના નેતાઓનો આક્ષેપ છે કે બેઠક ખાનગી હોવા છતાં પત્રકારો સાથે કેટલાક IB કર્મચારીઓ પણ અંદર પ્રવેશી ગયા હતા. બેઠક દરમિયાન વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવતા કોંગ્રેસના નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો.આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસના કાર્યકરોમાં પણ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસે સરકાર પર કર્યા આક્ષેપ

કોંગ્રેસ (Mehsana Congress meeting)ના નેતાઓએ સવાલ ઉઠાવ્યો છે કે શું ગુજરાતમાં વિરોધ પક્ષની જાસૂસી કરવામાં આવી રહી છે? પક્ષના કેટલાક નેતાઓએ આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી પણ કરી છે.બેઠક દરમિયાન કોંગ્રેસના નેતાઓએ મોંઘવારી, બેરોજગારી અને પેપર લીક જેવા મુદ્દાઓ પર રાજ્યવ્યાપી આંદોલન કરવાની જાહેરાત પણ કરી હતી.

મોટા નેતાઓ રહ્યા હાજર

આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા (Amit Chavda), જગદીશ ઠાકોર (, Jagdish Thako) અને પ્રદેશ પ્રમુખ મુકુલ વાસનિક (Mukul Wasnik) સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આગામી સમયમાં કોંગ્રેસ સંગઠન મજબૂત બનાવવા માટે વ્યૂહરચના ઘડાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

મોબાઈલમાંથી અશ્લીલ વીડિયો મળ્યાનો દાવો

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, બંને કર્મચારીઓના મોબાઈલ ચેક કરતાં તેમાં કોંગ્રેસ બેઠકના વીડિયો ઉપરાંત અશ્લીલ અને આપત્તિજનક વીડિયો પણ મળી આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે સરકારી કર્મચારીના ફોનમાં આવા વીડિયો મળવા ગંભીર બાબત છે અને સમગ્ર ઘટનાની તપાસ થવી જોઈએ.

કોંગ્રેસે સરકાર પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના નેતાઓએ આ સમગ્ર ઘટનાને લઈને સરકાર અને તપાસ એજન્સીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. પક્ષના નેતાઓનું કહેવું છે કે વિરોધ પક્ષની ખાનગી બેઠકો પર નજર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને લઈને હવે રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ વિવાદ ઊભો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:મહેસાણા મહિલા કોંગ્રેસનો LPG ભાવ વધારા સામે વિરોધ

આ પણ વાંચો:મહેસાણામાં કોંગ્રેસ નેતાએ નશામાં કાર હંકારી કર્યો અકસ્માત

આ પણ વાંચો:મહેસાણામાં ચૂંટણી દરમિયાન યુવકની હત્યા કોંગ્રેસનું નિમ્નસ્તરનું રાજકારણઃ ભાજપ