Ahmedabad News: ઈન્ડિગો એરલાઈન્સની સેંકડો ફ્લાઈટ્સ સતત રદ થવાને કારણે ગુજરાત સહિત દેશભરના હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાથી દિલ્હી જતા મુસાફરોને (Passengers) સૌથી વધુ હાલાકી પડી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ મુસાફરો માટે મોટી રાહત આપતો નિર્ણય લીધો છે.
પશ્ચિમ રેલવેએ સાબરમતી (Ahmedabad) અને દિલ્હી વચ્ચે ખાસ વન-વે સ્પેશ્યલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન કુલ ચાર ફેરા (બે અપ અને બે ડાઉન) ચલાવવામાં આવશે, જેથી ફ્લાઈટ રદ થવાને કારણે અટવાયેલા મુસાફરોને તાત્કાલિક વૈકલ્પિક માર્ગ મળી રહે.
(વિશેષ) સ્પેશ્યલ ટ્રેનનું સંપૂર્ણ સમયપત્રકટ્રેન નંબર 09497 (સાબરમતી, દિલ્હી)
7 ડિસેમ્બર 2025, રાત્રે 22:55 વાગ્યે સાબરમતીથી રવાના
9 ડિસેમ્બરના રોજ સવારે લગભગ 12:30 વાગ્યે દિલ્હી પહોંચશે
ટ્રેન નંબર 09497 (સાબરમતી , દિલ્હી)
9 ડિસેમ્બર 2025, રાત્રે 22:55 વાગ્યે સાબરમતીથી રવાના
ટ્રેન નંબર 09498 (દિલ્હી , સાબરમતી)
8 ડિસેમ્બર 2025, રાત્રે 21:00 વાગ્યે નવી દિલ્હીથી રવાના
10 ડિસેમ્બર 2025, રાત્રે 21:00 વાગ્યે નવી દિલ્હીથી રવાના
ફ્લાઈટ્સ રદ થતા લેવાયો નિર્ણય
આ ટ્રેનમાં નોન AC,સ્લીપર,અને 2 AC કોચનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુસાફરો IRCTC વેબસાઈટ, એપ કે PRS કાઉન્ટર પરથી બુકિંગ કરાવી શકશે.રેલવેએ આ ઉપરાંત અમદાવાદ-દિલ્હી રાજધાની, અમદાવાદ-નવી દિલ્હી વંદે ભારત અને અન્ય મહત્વની ટ્રેનોમાં પણ વધારાના કોચ ઉમેરવાની જાહેરાત કરી છે. આનાથી આગામી 7-12 ડિસેમ્બર દરમિયાન હજારો વધારાની સીટો ઉપલબ્ધ થશે.

