Ahmedabad News : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારથી ઇન્ડિગો (IndiGo) એરલાઇન્સની અનેક ફ્લાઈટ્સ મોડી પડી હતી. જેને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. બીજીતરફ નારાજ મુસાફરોએ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. એરપોર્ટના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, આજે સવારથી જ ઇન્ડિગોની તમામ ફ્લાઇટ્સ મોડી પડી રહી છે. મોટી સંખ્યામાં મુસાફરો 2 ડિસેમ્બરની સાંજે 5 વાગ્યાથી જ અમદાવાદ એરપોર્ટ પર ફસાઈ ગયા હતા.
આમ ફ્લાઈટમાં ડીલે અને એરલાઇન તરફથી કોઈ સ્પષ્ટ માહિતી ન મળતા મુસાફરો વધારે ગુસ્સે ભરાયા હતા.આથી મોટી સંખ્યામાં ફસાયેલા મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવી વિરોધ દર્શાવ્યો હતો. .
હવામાન અને જ્વાળામુખીની રાખની અસર
વિડિયોમાં લોકોના ટોળા વચ્ચે એરપોર્ટના ચેક-ઇન કાઉન્ટર પર થતી દલીલ જોવા મળી હતી. જેમાં કાઉન્ટર પરના અધિકારી વારંવાર પાંચ મિનિટ, પાંચ મિનિટ કહી રહ્યા છે, બીજીતરફ ઉશ્કેરાયેલા મુસાફરો કેટલો ટાઈમ લાગશે, એમ પુછતા જોવા મળ્યા હતા. . છેલ્લા ઘણા સમયથી અમદાવાદ એરપોર્ટ પર ઇથોપિયાના જ્વાળામુખીની રાખ, શિયાળાના હવામાનને કારણે અનેક ફ્લાઈટ પર અસર જોવા મળી રહી છે, જેમાં ઘણી ફ્લાઈટ મોડી પડ઼તી હોય છે. તે સિવાય ઘણી ફ્લાઇટ રદ્દ કરવી પડતી હોય છે.
જોકે અત્યારે એર બલસે જારી કરેલી એડવાઈઝરીના પગલે ઈન્ડિગો દ્વારા તેના A320 એરક્રાફ્ટના કાફલામાં અપગ્રેડેશન ચાલતું હોવાથી હોવાથી ફ્લાઇટ ડીલે થઈ રહી છે. ફ્લાઈટ કંટ્રોલને સોલર રેડીએશનથી નુકસાન થતું અટકાવવા માટે આ અપડેટ કરવું જરૂરી છે. જેને લઈને ફ્લાઇટ ડીલે થઈ રહી છે. મુસાફરો માટે કોઈ ખાસ વ્યવસ્થા એરપોર્ટ તરફથી કરવામાં આવી રહી નથી. જેથી મુસાફરો રોષે ભરાયા હવાનું એરપોર્ટ પરના દ્રશ્યો પરથી જાણવા મળે છે.
એરલાઇન્સ માં થયેલા ડીલે બાબતે એરબસે જારી કરેલી ગ્લોબલ એડવાઇઝરીના પગલે IndiGo દ્વારા તેના A320 એરક્રાફ્ટના કાફલામાં કરવામાં આવેલા સાવચેતીના સોફ્ટવેર અપગ્રેડને કારણે થયો હોય તેવી શક્યતા છે. ફ્લાઇટ-કંટ્રોલ ડેટાને સોલર રેડીએશનથી નુકસાન અટકાવવા માટે આ અપડેટ જરૂરી છે. એરક્રાફ્ટના રોટેશનમાં આ અપડેટ્સને કારણે ફેરફાર થયો છે, જેના પરિણામે તેના નિયત સમય કરતા ઘણી ફ્લાઈટ્સ મોડી પડી રહી છે.
