Not Set/
નાળિયેરનાં રેસાથી બનતી ગણપતિની આ મૂર્તિઓ બની આકર્ષણનું કેન્દ્ર
ઇડર. હવે ગણપતિ દાદાનાં આગમનને ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. એવામાં ભક્તો દૂર-દૂર સુધી ગણપતિની મૂર્તિઓ લેવાં જતા હોય છે. પોતાની મન પસંદની ગણપતિ દાદાની મૂર્તિઓ માટે અગાઉથી બુકીંગ કરાવતા હોય છે. આજનાં સમયમાં લોકોમાં ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું ચલણ વધી રહ્યું છે, જેનાથી ગણેશ વિસર્જન સમયે પ્રકૃતે કોઈ પ્રકારની હાનિ ન પહોંચી શકે. આવા જ […]
હવે ગણપતિ દાદાનાં આગમનને ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. એવામાં ભક્તો દૂર-દૂર સુધી ગણપતિની મૂર્તિઓ લેવાં જતા હોય છે. પોતાની મન પસંદની ગણપતિ દાદાની મૂર્તિઓ માટે અગાઉથી બુકીંગ કરાવતા હોય છે. આજનાં સમયમાં લોકોમાં ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું ચલણ વધી રહ્યું છે, જેનાથી ગણેશ વિસર્જન સમયે પ્રકૃતે કોઈ પ્રકારની હાનિ ન પહોંચી શકે.
Idol Maker Lady
આવા જ વિચારોથી આ ઇકો-ફ્રેન્ડલી યુગમાં સાબરકાંઠા જિલ્લાનાં ઇડર તાલુકાનાં બડોલી ગામે નાળિયેરનાં રેસામાંથી ગણપતિની મૂર્તિઓ બનાવવામાં આવી રહી. આપને જણાવી દઈએ કે આ રેસામાંથી બનતી ગણેશની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે.
જયારે આ મૂર્તિ બનવાનાં વિચારો વિશે સંચાલક રાઠોડ ઇન્દ્રસિંહને મંતવ્ય ન્યુઝે પૂછ્યું હતું ત્યારે તેમણે પોતાના વિચારો અને કામનું સ્પષ્ટીકરણ કરતા જણાવ્યું હતું કે,
Rathod Indrasinh
બડોલી ગામે આવેલ માનવ ઉત્થાન સેવા કેન્દ્રમાં 20 જેટલાં કારીગરો દ્વારા આ મૂર્તિઓ બનાવવાનું કાર્ય કરવામાં આવે છે. આ મૂર્તિઓ એટલી આકર્ષક લાગે છે કે જોતાંની સાથે દાદાની મૂર્તિને ઘરે સ્થાપી લેવાનું મન થઈ જાય છે. આપને જણાવી દઈએ કે આ મૂર્તિઓની માંગ અમદાવાદ, મુંબઈ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં વધી રહી છે. આ મૂર્તિ પ્રદુષણ મુક્ત હોવાને કારણે લોકો દૂર-દૂરથી મૂર્તિઓ લેવા માટે અહીં બડોલી ગામે આવે છે.”
જયારે મૂર્તિઓ લઇ જતા એક ગ્રાહક ચિરાગે પોતાનાં મંતવ્ય રજુ કરતા જણાવ્યા હતા કે,
Customer Chirag
ઇડરનાં બડોલી ગામે કેટલાક વર્ષોથી આ ગણપતિ દાદાની મૂર્તિ બનાવવામાં આવે છે. 1 ફૂટ થી લઇ 15 ફૂટ સુધીની દાદાની મૂર્તિઓ અહીં બનાવવામ આવે છે. આ ગણપતિ દાદાની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે.”