Mehsana News : આજ રોજ મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મહેસાણા ખાતે મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી. મીટિંગ બાદ મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ(Women Congress)ની બહેનો અને કાર્યકરોએ ભારે રોષ સાથે LPG ગેસના વધતા ભાવ અને કાળા બજાર સામે રોડ પર ઉતરી વિરોધ નોંધાવ્યો અને પ્રજાના હિતમાં જોરદાર અવાજ ઉઠાવ્યો.

આ પ્રસંગે મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ડો. મેઘાબેન પટેલના નેતૃત્વમાં બહેનો અને કાર્યકરોએ ગેસની બોટલ સાથે સૂત્રોચ્ચાર કરી સિલિન્ડરના ભાવ વધારાનો કડક વિરોધ કર્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને કોંગ્રેસના હોદેદારો જોડાયા હતા.

આ વિરોધ કાર્યક્રમમાં AICC સેક્રેટરી સુહાસિની યાદવ, મહિલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગીતાબેન પટેલ, મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ અલકાબેન સહિત કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
