Not Set/ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગુજરાત HCના રજીસ્ટારને લખ્યો પત્ર કહ્યું, અમદાવાદનો કન્ટ્રોલ આમને  સોંપો….

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. ત્યારે અમદાવાદમાં પન્કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખ્યો છે. અને લોકોને કોરોના સામેની લડઈમાં મદદ કરવા માંગ કરી છે. તેમને લખ્યું છે કે, અમદાવાદનો કંટ્રોલ હાઈકોર્ટ હસ્તગત કરવા જણાવ્યું છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ કરતા પણ […]

Ahmedabad Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. ત્યારે અમદાવાદમાં પન્કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખ્યો છે. અને લોકોને કોરોના સામેની લડઈમાં મદદ કરવા માંગ કરી છે. તેમને લખ્યું છે કે, અમદાવાદનો કંટ્રોલ હાઈકોર્ટ હસ્તગત કરવા જણાવ્યું છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણ કરતા પણ અન્ય બિમારીઓની સારવાર નહીં મળવાને કારણે વધી રહેલા મૃત્યુદરને અંકુશમાં લેવા સિવિલ હોસ્પિટલમાં કંટ્રોલરૂમ બનાવી પરિસ્થિતિનું નિયત્રણ કરવા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે  દરેક ખાનગી હોસ્પિટલમાં કોરોના સહિતની અન્ય ગંભીર પ્રકારની બિમારીઓની સારવાર સરકાર ઉપાડે તેમ પણ જણાવ્યું છે.  કોરોનાના ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીની સંખ્યા વધારી ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓના ટેસ્ટ સરકારના ખર્ચે કરવામાં આવે તેવી અપીલ કરી છે.

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં વધી રહેલા મૃત્યુદરના કારણે લોકોમાં ડરનો માહોલ પ્રસર્યો છે. તેમાં છેલ્લા ઘણાં સમયથી પ્રકાશમાં આવી રહેલા બનાવોના કારણે સિવિલ તંત્ર સામે લોકો પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આ વખતે સરકારી બાબુઓએ હાથ અધ્ધર કરી દીધા હોવાનું કહ્યું છે. સાથે જ તેઓએ હોસ્પિટલમાં વધી રહેલા મૃત્યુ માટે સરકારે જાતે જ મોનિટરિંગ કરવું જોઈએ તેવું જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવીમોબાઇલ એપ્લિકેશન