Gujarat Local Body Elections/ વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયુ, સેન્સ મેળવવાની પ્રક્રિયા તીવ્ર બની

વડોદરામાં સ્થાનિક ચૂટણીને લઈને રાજકારણ ગરમાયું છે. વડોદરામાં અત્યાર સુધીમાં ટિકિટ માટે કુલ 776 જણા દાવેદારી કરી ચૂક્યા છે. લગભગ એક બેઠક માટે દસથી વધુ દાવેદારો છે. આમ સેન્સ લેવાની પ્રક્રિયા વધી તીવ્ર બની છે.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થતાં માહોલ ગરમાયો છે. વડોદરાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીમાં કુલ 776 દાવેદારો દાવેદારી નોંધાવી ચૂક્યા છે. આમ એક બેઠક પર લગભગ દસ-દસ ઉમેદવારોએ દાવો કર્યો છે તેમ કહી શકાય. વડોદરા ડભોઈ પાલિકામાં જ જોઈએ તો નવ વોર્ડમાં 36 સીટની સામે 139 ઉમેદવારોએ દાવેદારી કરી છે.

વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તાલુકા પંચાયતમાં 20 સીટ સામે 73 દાવેદાર છે. ચાર જિલ્લા પંચાયત સીટ સામે 40 ઉમેદવારોની દાવેદારી છે. તાલુકા પંચાયતમાં 20 સીટ સામે 73 દાવેદાર છે. જિલ્લા પંચાયતની ચાર સીટ પર 40 ઉમેદવારોની દાવેદારી છે. મેન્ડેટને લઈને ઉમેદવારોમાં ભારે અસમંજસની સ્થિતિ જોવા મળી છે.

આના પગલે દરેક બેઠક પર દાવેદારોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વડોદરા ભાજપ કચેરી પર કાર્યકરોના ધાડેધાડા ઉમટી પડ્યા છે. પક્ષની અંદરના દરેક જૂથ ટિકિટ મેળવવા માટે સક્રિય થઈ ગયા છે.

આ પ્રક્રિયા દરમિયાન ટિકિટ માટે ઇચ્છુક ઉમેદવારોએ દાવેદારી નોંધાઈ હતી. પક્ષના કાર્યકરો અને આગેવાનોએ તેમનો દાવો કર્યો હતો. આમ એક જ દિવસમાં ત્રણ જુદી-જુદી ચૂંટણી માટે યોજાતી આ પ્રક્રિયાના લીધે આજનો દિવસ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

શાસક પક્ષ દ્વારા સ્થાનિક સ્તરે મજબૂત અને વિજેતા બની શકે તેવા મજબૂત દાવેદારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેની સાથે-સાથે પક્ષના નિરીક્ષકો સંભવિત ઉમેદવારોની સામાજિક સ્વીકૃતિ, તેનું સામાજિક પીઠબળ, તેની લોકપ્રિયતા ઉપરાંત સંગઠન પ્રત્યેની નિષ્ઠા તથા સંગઠનાત્મક કુશળતા પણ જોશે.

પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર સેન્સ પ્રક્રિયા પારદર્શક અને લોકતાંત્રિક રીતે પૂર્ણ કરવામાં આવશે, જેથી યોગ્ય અને લાયક ઉમેદવારોને તક મળી શકે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થવાની સંભાવના છે.

આમ વડોદરામાં રાજકીય ગતિવિધિઓનો માહોલ ગરમાયો છે અને પક્ષના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દરેક પક્ષ સક્રિય બન્યો છે. ભાજપ પણ સંગઠનને વધુ મજબૂત બનાવી વિજય માટેની વ્યૂહરચના ઘડી રહ્યું છે.


આ પણ વાંચો: સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે શરૂ કરી સેન્સ પ્રક્રિયા

આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી

આ પણ વાંચો: અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં શરૂ થઈ સેન્સ મેળવવાની પ્રક્રિયા