Gujarat Local Body Elections/ સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે શરૂ કરી સેન્સ પ્રક્રિયા

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવાની કવાયત ભાજપમાં તેજ થઈ ગઈ છે. આગામી દિવસોમાં ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. સુરતને કેન્દ્રીય પ્રધાન સી આર પાટિલને ગઢ માનવામાં આવે છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News:  સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે સેન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે 12 નિરીક્ષકોની ટીમ નીમવામાં આવી છે. જિલ્લા પ્રમુખની આગેવાની અને સુરત શહેર પ્રમુખની આગેવાની હેઠળની ટીમ આ પ્રક્રિયા સંભાળી રહી છે. તેમા સ્થાનિક ધારાસભ્ય પણ મહત્વની જવાબદારી નીભાવે છે.

આ સિવાય સુરત કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલનો ગઢ છે. તેથી તેઓ ભલે હોદ્દા પર ન હોય તેમની અદ્રશ્ય સત્તા તો રહેવાની જ છે. તેથી સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તો સી આર પાટિલે અહીં પક્ષ જરા પણ નબળો પડે તે ચલાવી નહીં લે. તેના કારણે અહીં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ આકરી હશે તેમ માનવામાં આવે છે.

આગામી વર્ષે યોજાનારી ચૂંટણી પૂર્વે પાંચ મહાનગરોમાં ક્યાંય પક્ષ નબળો ન પડે તે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જોવા માંગે છે. તેમના પક્ષપ્રમુખ બન્યા પછીની આ નવી ચૂંટણી છે. તેથી હવે તેઓ સીઆર પાટિલથી કયા પ્રકારની વ્યૂહરચના અપનાવે છે તે પણ જોવાનું છે. ઉમેદવાની પસંદગીમાં પણ જગદીશ વિશ્વકર્માની છાપ છે કે જૂની પ્રણાલિ મુજબ થવાનું છે તે પણ જોવા મળશે.

સુરત જેવા મોટા શહેરમાં ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવા માટે સેન્સ લેવાની પ્રક્રિયામાં દરેક જૂથનું દબાણ હોય છે. દરેક જૂથ ટિકિટ માટે દાવો કરતું હોય છે. તેમા પણ ઘણા જૂથોને વિધાનસભ્યોનું આડકતરું કે કેટલાકને સીધુ સમર્થન હોય છે. આ સિવાય ઉમેદવાર પસંદ થાય તેની સાથે નારાજગીનો વ્યાપ પણ વધે છે. તેથી નારાજ જૂથને મનાવી લેવાની જવાબદારી પણ સંભાળવાની હોય છે, જેથી તે ચૂંટણી સમયે આડું ન ફાટે. ભૂતકાળમાં આ રીતે નારાજ થયેલા જૂથો ચૂંટણી વખતે આડા ફાટયા હોય તેવી ઘટના બની છે. તેથી તેના માટે શિસ્તને કોરડો વીંઝવો પડે છે.


આ પણ વાંચો : રાજ્યમાં શાસકથી લઇ વિપક્ષમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ

આ પણ વાંચો : રાજકોટમાં મનપા ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી

આ પણ વાંચો : ભરૂચમાં શાસક પક્ષની વિપક્ષના કાંગરા ખેરવવા કવાયત, AAP-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા