Not Set/ નોઈડાનાં સેક્ટર 25 A સ્થિત સ્પાઇસ મોલમાં લાગી ભીષણ આગ, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા

રાજધાની દિલ્હીની નજીક આવેલા નોઈડામાં સેક્ટર 25 એ સ્થિત સ્પાઈસ મોલમાં ભારે આગ ફાટી નીકળી છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઇ છે. હજુ સુધી આગનાં કારણો જાણવા મળ્યા નથી. Fire breaks out in Noida Sector 25A's Spice Mall. Firefighting operations underway pic.twitter.com/JkalMawfLj — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 26, 2019 […]

Top Stories India

રાજધાની દિલ્હીની નજીક આવેલા નોઈડામાં સેક્ટર 25 એ સ્થિત સ્પાઈસ મોલમાં ભારે આગ ફાટી નીકળી છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઇ છે. હજુ સુધી આગનાં કારણો જાણવા મળ્યા નથી.

ફાયર બ્રિગેડના કર્મીઓનાં સઘન પ્રયાસો બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. અહેવાલો અનુસાર, મોલનાં ઉપરનાં માળે સિનેમા હોલમાં આગ લાગી હતી. જ્યારે આગ લાગી ત્યારે તે દરમિયાન ફિલ્મ ચાલી રહી હતી અને આગ શરૂ થતાની સાથે જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. થોડા સમય પછી મોલની છત પરથી ધુમાડાનો ગુબ્બારો નીકળવાનું શરૂ થયું હતું.

ઉલ્લેખનીય છે કે, નોઈડામાં આવેલા સ્પાઇસ મોલમાં આગ લાગવા પાછળનું કારણ હજુ સામે આવ્યુ નથી. જો કે અહી રાહતની વાત એ રહી કે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.