National News/ ભવાનીપુરમાં અમિત શાહ ગર્જ્યા, TMC ને બંગાળની ખાડીમાં ફેંકી દેવાની હાકલ; મમતા સરકાર પર આકરા પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ભવાનીપુરમાં જનસભાને સંબોધતા મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે બંગાળમાં પરિવર્તન લાવવા અને ભાજપને 170 બેઠકો જીતાડવા માટે જનતાને અપીલ કરી છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

NATIONAL Top Stories India
Amit Shah

Amit Shah in Bhawanipur Bengal: પશ્ચિમ બંગાળમાં આગામી ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભવાનીપુરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. શાહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ વખતે બંગાળની જનતા મમતા બેનર્જીને ‘ટાટા બાય-બાય’ કહેવા માટે તૈયાર છે અને રાજ્યમાં ભાજપનું શાસન આવવું નિશ્ચિત છે.

“હું 15 દિવસ બંગાળમાં જ રહીશ”

અમિત શાહે (Amit Shah) પોતાના સંબોધનની શરૂઆતમાં જ મોટું એલાન કરતા કહ્યું કે, “હું આગામી 15 દિવસ સુધી બંગાળમાં જ રહેવાનો છું. રાજ્યના ખૂણેખૂણેથી એક જ અવાજ સંભળાય છે કે આ ભ્રષ્ટ સરકારને બદલી નાખો.” તેમણે દાવો કર્યો હતો કે આ વખતે ભાજપ બંગાળમાં 170 થી વધુ બેઠકો જીતીને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે.

Amit Shah

TMC ના શાસન પર Amit Shah ના આકરા પ્રહારો

શાહે મમતા સરકારને ઘેરતા કહ્યું કે બંગાળની જનતા અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે:

ભ્રષ્ટાચાર અને ટોલબાજી: રાજ્યમાં સિન્ડિકેટ અને ટોલબાજીએ સામાન્ય જનતાનું જીવવું હરામ કરી દીધું છે.

ઘૂસણખોરીનો મુદ્દો: શાહે ભારપૂર્વક કહ્યું કે બોર્ડર સીલ કરીને એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને દેશની બહાર કાઢવામાં આવશે.

બેરોજગારી: બંગાળનો યુવાન આજે બેરોજગારી અને ગુંડાગીરીથી પરેશાન છે.

“ભયમુક્ત થઈને મતદાન કરો”

મતદારોને હિંમત આપતા અમિત શાહે (Amit Shah) કહ્યું કે, “આ વખતે કોઈ ગુંડાની તાકાત નથી કે તમને વોટ આપતા રોકે. ભયમુક્ત થઈને મતદાન કરજો. માત્ર હરાવવાનું જ નથી, પરંતુ TMC ને મૂળિયાંમાંથી ઉખેડીને બંગાળની ખાડીમાં ફેંકી દેવાની છે.” તેમણે ઉમેર્યું કે જો ભવાનીપુરની બેઠક ભાજપ જીતશે, તો આખા બંગાળમાં પરિવર્તન આપોઆપ આવી જશે.

મોદી મોડલ પર ભરોસો

અમિત શાહે (Amit Shah) જનતાને અપીલ કરી હતી કે જે રાજ્યોએ વર્ષ 2014 થી પીએમ મોદીના (PM Modi)નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે, તે તમામ રાજ્યો વિકાસના પથ પર આગળ વધ્યા છે. હવે બંગાળના વિકાસનો વારો છે અને તેનો એકમાત્ર રસ્તો ભાજપની સરકાર બનાવવાનો છે.


આ પણ વાંચો :આસામમાં અમિત શાહનો મેગા રોડ શો

આ પણ વાંચો : અમિત શાહ કોલકત્તાના પ્રવાસે, પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ત્રણ દિવસની મેરાથોન બેઠક

આ પણ વાંચો : અમિત શાહ ટિપ્પણી મામલે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર, તમામ આરોપો નકાર્યા