Pahalgam Terror Attack: મંગળવારે બપોરે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં રાજસ્થાનના એક પ્રવાસીનું મોત થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેનાનો ગણવેશ પહેરેલા બે આતંકવાદીઓએ પહેલા પ્રવાસીને તેનું નામ પૂછ્યું, પછી તેના માથામાં ગોળી મારી દીધી અને ગોળીબાર કરીને ભાગી ગયા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના બૈસરન ખીણમાં બની હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. તેમાંના કેટલાક સ્થાનિક પણ છે, જોકે સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઘાયલોની સંખ્યા 12 છે. જાણવા મળ્યું છે કે ઘાયલોમાં 3 ગુજરાતીઓ પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘાયલોમાં ભાવનગરના વિનોદ ભટ્ટ, માણિક પટેલ અને રીના પાંડેનો સમાવેશ થાય છે. ઘાયલો અને મૃતકોની સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે.
ભાવનગર કલેક્ટર ડો.મનીષ બંસલએ જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં જ આતંકી હુમલો થયો છે તેમાં ભાવનગરના વિનોદ ભટ્ટ કરીને એક નાગરિકને ઈજા પહોંચી છે અને હાલ ભાવનગરમાં ક્યાં રહે છે તેની વિગત મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે.
આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ કર્યો ગોળીબાર : એકનું મોત
