Morbi News/ મોરબીમાં તંત્રની બેદરકારીથી 6 વર્ષનાં બાળકનું કરૂણ મોત

જેમાં બાળક રમતા રમતાં પાણીમાં પડી જતાં મોત થયું હતું.

Top Stories Gujarat

Morbi News: મોરબી (Morbi)માં નવલખી રોડ પર ખુલ્લી ગટર(Drainage)માં પડી જવાથી 6 વર્ષનાં એક બાળકનું મોત થયું હતું. બાળકનાંં મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બાળકનાં મોત (Death)થી પરિવારમાં શોક ફેલાયો છે.

મોરબીમાં ગઈકાલે એક કરૂણ ઘટના બની હતી. નવલખી રોડ પર ગટર (Drainage)નું ઢાંકણું ખુલ્લું હતું જેમાં બાળક રમતા રમતાં પાણીમાં પડી જતાં મોત થયું હતું. તંત્રની બેદરકારીથી બાળકનો જીવ ગયો હતો. રવિ ચૌહાણ નામના 6 વર્ષનું બાળક નવલખી રોડ પર ખુલ્લી ગટર (Drainage)માં ડૂબી ગયો હતો. બાળકનાં કરૂણ મોતથી બાળકના પરિવાર અને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે તેમજ શોકની લાગણી ફેલાઈ છે.

થોડા સમય અગાઉ સુરત(Surat)ના ઉધના(Udhana)માં પણ આવી કરૂણ ઘટના બની હતી. રેલ્વે કોલોની નજીક ખુલ્લા મેદાનમાં 5-6 ફૂટ પાણી ભરેલા ખાડામાં 8 વર્ષનું બાળક પડી જતાં મોત (Death) થયું હતું. રમતા રમતા પાણી ભરેલા ખાડામાં પડતા સમયસર બચાવ ન થતાં તેનું અકાળ મોત નિપજ્યું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સુરત (Surat) જીલ્લાના ઉધનામાં રેલ્વે કોલોની નજીક પાણી ભરેલા 5 થી 6 ફૂટ ઊંડા ખાડામાં રમતા રમતા 8 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. ઇબાદુલ નામનો બાળક મિત્રો સાથે રમતો હતો, ત્યારે અચાનક બાળક રમતા-રમતા પાણી ભરેલા ખાડામાં પડ્યો હતો. લોકોએ તાત્કાલિક બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધ્યો હતું. ઘટના કેવી રીતે ઘટી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ટેમ્પો ચાલક બન્યો બેફામ, સૂતેલા નાના બાળક પર ટેમ્પો ચઢાવીને કચડ્યો, માતાની નજર સામે જ બાળકનું મોત

આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત

આ પણ વાંચો:સુરતમાં સિંગણપોર વિસ્તારમાં સ્કૂલવાનની અડફેટે થયું 5 વર્ષના બાળકનું મોત