Gandhinagar News: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડે અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગર (Gandhinagar)ના નાગરિકો માટે સુવિધાજનક પરિવહન સેવાઓ (Transport service)માં ઝડપથી વધારો કર્યો છે. આજથી 27 એપ્રિલ, 2025થી 7 નવા સ્ટેશનો પર મેટ્રો ટ્રેન (Metro Train) દોડશે. જેથી સચિવાલય સુધી મેટ્રોમાં બેસીને મુસાફરી કરી શકાશે. વાસણાથી સચિવાલય સુધી મેટ્રો ટ્રેનનું ભાડું રૂપિયા 40 નક્કી કરાયું છે, 1 કલાકમાં સ્ટેશને પહોંચી શકાશે.
GMRC દ્વારા અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ (Metro Route)નું હવે વિસ્તરણ થશે. મુસાફરોને અપડાઉન કરવામાં સરળતા રહેશે. આ પ્રોજેક્ટનું ટ્રાયલ સફળ રહેતા વિધિવત્ 27 એપ્રિલથી મેટ્રો શરૂ થશે. મેટ્રો ટ્રેન હવે કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-10A અને સચિવાલય (Sachivalay) સુધી દોડશે. હાલમાં, GNLU, PDEU, Gift City, રાયસણ, રાંધેસણ, ધોળાકુવા સર્કલ, ઈન્ફોસિટી અને સેક્ટર-1 સહિતના સ્ટેશનો પર મેટ્રો સેવા કાર્યરત છે.

અગાઉ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ડાયરેક્ટ કનેક્ટિવિટી (Direct connectivity) અને ટ્રેન ફ્રિકવન્સી વધારવાને લઈને મેટ્રો રેલ સેફ્ટી કમિશ્નરે મંજૂરી આપી હતી. જેમાં આગામી 15 ફેબ્રુઆરીથી APMCથી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધીની ટ્રેન શરુ થશે. આમ થવાથી હવે મુસાફરોને સેક્ટર 1 અને ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLUથી ટ્રેન નહીં બદલવી પડે. જ્યારે GNLU અને ગિફ્ટ સિટી ઑફિસો વચ્ચે બસ સેવાઓ પણ દર અડધા કલાકે ઉપલબ્ધ રહેશે.
30 સપ્ટેમ્બર, 2022 માં અમદાવાદ મેટ્રો શરૂ કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં લોકો મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવાનો આનંદ માણી રહ્યા હતા. પરંતુ હવે મેટ્રો ટ્રેનોમાં દૈનિક મુસાફરો અને મજૂર વર્ગના લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે સચિવાલય સુધી મેટ્રો સેવા શરૂ થવાથી અને નવા સ્ટેશનો ઉમેરવાથી, વધુને વધુ લોકો આ સેવાનો લાભ મેળવી શકશે અને ટ્રાફિકની સમસ્યા પણ ઘણી હદ સુધી ઓછી થશે.

અમદાવાદ મેટ્રો કાર્યરત થતાં ભારતીય મેટ્રો નેટવર્ક જાપાનના મેટ્રો નેટવર્કની લંબાઈને વટાવી ગયું છે. ભવિષ્યમાં ભારત દક્ષિણ કોરિયા અને અમેરિકાને પણ પાછળ છોડી દેશે. 2 ઓક્ટોબરના રોજ થલતેજ અને વસ્ત્રાલ વચ્ચે 17 સ્ટેશનો સાથે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ પ્રજા માટે કાર્યરત થયો.
આ પણ વાંચો: અમદાવાદીઓ આનંદો, હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે અમદાવાદ મેટ્રો
આ પણ વાંચો: મોટેરાથી મહાત્મા મંદિર સુધી 16 સપ્ટેમ્બર પછી અમદાવાદ મેટ્રો દોડશે, પીએમ મોદી ઉદઘાટન કરી શકે
આ પણ વાંચો: IPL અમદાવાદ મેટ્રોને ફળી, ત્રણ મેચમાં 2.65 લાખ લોકોએ મુસાફરી કરી

