ગુજરાતની જનતામાં હજુ પણ માનવતા મરી પરવારી નથી, તેમજ જવલ્લે જોવા મળે તે પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતમાં પ્રથમ વખત સુરતના અઢી વર્ષના બાળકનું અંગદાન થયું છે. મૃતક જશના હૃદયને રશિયા અને ફેફસા યુક્રેનના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. બ્રેઈનડેડ જશના હૃદય, ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓથી સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.એક પત્રકારના પરોપકારના કાર્યથી સમગ્ર ગુજરાતમાં તેની સુવાસ ફેલાઈ છે. વ્યવસાયથી પત્રકાર સંજીવભાઇ ઓઝાના અઢી વર્ષનો પુત્ર જશ 9 ડિસેમ્બરના રોજ રમતા – રમતા બીજા માળેથી નીચે પડી જતા માથામાં ગંભીર ઇજા થતાં બેભાન થઈ ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેને બ્રેન હેમરેજ હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું માલુમ પડ્યુ હતું. બ્રેન્ડેડ પુત્રના અંગદાન મા ટે પરિવારે નિર્ણય કર્યો. અને સુરતની સંસ્થા ડોનેટ લાઇફે આગળની પ્રોસેસ શરૂ કરી હતી.
Corona Vaccine / ભારત માટે ખુશ ખબર, કોરોના રસીનું સફળ પરીક્ષણ…
સંસ્થાના નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO)ના કન્વીનર ડો.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી હદય, ફેફ્સા, કિડની અને લિવરના દાન માટે જણાવ્યુ હતું. ગુજરાતમાં નાના બાળકના હદયના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઇ દર્દી ન હોવાને કારણે ROTTO મુંબઇનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાં પણ કોઈ દર્દી ન હોવાથી NOTTO એ B+ve બ્લડગ્રૂપનું કોઈ ભારતીય પીડીયાટ્રીક દર્દી ન હોવાને કારણે ચેન્નાઈની એમ.જી.એમ.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ રશિયા અને યુક્રેનની નાગરિકતા ધરાવતા ચાર વર્ષના બે વિદેશી બાળકોને હૃદય અને ફેફસાની ફાળવણી કરી હતી.
tested successfully / ભારતની આકાશી હરણફાળ, બે બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ …
હદય અને ફેફ્સા સમયસર ચેન્નાઇ પહોચાડવા માટે અમૃતા હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ સુધીનું 1615 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના રહેવાસી ચાર વર્ષીય બાળકમાં તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી 4 વર્ષીય બાળકમાં ડો.બાલા ક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.ચેન્નાઈથી સુરત આવી હૃદય અને ફેફસાનું દાન ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલના ડો.મોહન અને તેમની ટીમે તથા કિડની અને લિવરનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડો.વિકાસ પટેલ અને તેમની ટીમે આવી સ્વીકાર્યું હતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડો.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. બ્રેઈનડેડ જશ અને તેના પરિવારના અંગદાનના નિર્ણયથી સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું. હોસ્પિટલમાં જ તબીબી ટીમે મૃતક જશને સલામી આપી હતી. સમાજ માટે આ કિસ્સો ઘણો જ પ્રેરણારૂપ બની રહેશે.
farmer protest / ખેડૂત આંદોલન : સિંધુ બોર્ડર પર બંદૂક મારી આ સંતે કરી આત્મહત્…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
