રીપોર્ટરઃ સચિન પીઠવા, સુરેન્દ્રનગર.
સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર વિસ્તારમાં શિવધારા સોસાયટી વિસ્તારમાં ટ્યુશન કલાસ ચલાવતા ટ્યુશન ક્લાસમાં જ યુવતી અને યુવાને ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી
– હાલમાં પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર વિસ્તારમાં શિવધારા સોસાયટી વિસ્તારમાં ટ્યુશન કલાસ ચલાવતા ટ્યુશન ક્લાસમાં જ યુવતી અને યુવાને ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર શહેરમાં આત્મહત્યાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ફરીવાર એકવાર એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યારે ચર્ચાતી વિગતો અનુસાર યુવતી અને યુવાનને પ્રેમ પ્રકરણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના જોરાવનગર વિસ્તારમાં આવેલ શિવધારા સોસાયટી વિસ્તારમાં ખાનગી ટ્યુશન કલાસ ચલાવતા ટ્યૂશન કલાસના સંચાલક અને ટ્યુશનના ક્લાસ કરાવવા આવતી યુવતી બંનેને પ્રેમ પ્રકરણ ઘટનામાં ટ્યુશન ક્લાસમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવા ઘટના સામે આવી છે અત્યારે હાલમાં પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી રહી છે અને આ સોસાયટી વિસ્તારમાં આ ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક અસરે પોલીસ તંત્ર પહોંચ્યું છે.
ત્યારે હાલમાં જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના જોરાવર નગર વિસ્તારમાં આવેલી શિવધારા સોસાયટીમાં ટ્યુશન કલાસ ચલાવતા અને જોરાવર નગરના રતનપર વિસ્તારમાં રહેતા સોમનાથ ચોક કૃષ્ણનગર 3 મંગલમ પાર્કની પાસે રહેતી યુવતી અને ટ્યુશન ક્લાસ સંચાલન કરતા યુવાને હાલમાં ગળેફાંસો ખાઈ અને આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે જ્યારે હજુ પોલીસ તપાસ આગળ ચલાવી રહી છે ત્યારે નામ હજુ જાણવા મળ્યું નથી આગળની તપાસ ચાલુ છે.
