Palanpur/ ઇન્ચાર્જ RTO અધિકારી વતી લાંચ લેતો ડ્રાઈવર ઝડપાયો

ભરત સુદેશા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા દિવાળી પૂર્વે પાલનપુર આરટીઓ અધિકારી વતી કરાર આધારિત ડ્રાઈવર લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઇ છે. શો રૂમમાં વેચાણ થયેલા દ્રિચકી વાહનોનાં ફી ફોર્મનું ઇન્ફેક્શન અને વેરીફાઈ કરવા ઇન્ચાર્જ આરટીઓ મહિલા અધિકારીએ લાંચ માંગી હતી. જો કે ફરિયાદી લાંચ આપવા માંગતા ના હોઈ તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી […]

Gujarat Others

ભરત સુદેશા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા

દિવાળી પૂર્વે પાલનપુર આરટીઓ અધિકારી વતી કરાર આધારિત ડ્રાઈવર લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઇ છે. શો રૂમમાં વેચાણ થયેલા દ્રિચકી વાહનોનાં ફી ફોર્મનું ઇન્ફેક્શન અને વેરીફાઈ કરવા ઇન્ચાર્જ આરટીઓ મહિલા અધિકારીએ લાંચ માંગી હતી. જો કે ફરિયાદી લાંચ આપવા માંગતા ના હોઈ તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી પાટણ એસીબી ટીમે વોચ ગોઠવી આરટીઓ અધિકારીનાં કહેવાથી લાંચ સ્વીકારતા ડ્રાયવરને ઝડપી પાડ્યો છે.

બનાસકાંઠા જિલ્લાનાં મુખ્ય મથક પાલનપુરનાં આરટીઓ અધિકારીનો ચાર્જ હાલ દ્રષ્ટિબેન જયંતીભાઇ પટેલ પાસે છે. જિલ્લામાં દ્વીચક્રી વાહનનાં શો રૂમમાં વેચાણ થયેલ નવા વાહનોનાં રજીસ્ટ્રેશનની ફી ઓનલાઇન ભરાતી હોય છે. જોકે દ્રષ્ટિબેને ફરીયાદી પાસે પાલનપુર જીલ્લાનાં ફોર્મનુ ઇન્સ્પેક્શન તથા વેરીફાઇ કરાવવાનાં એક ફોર્મ દીઠ રૂ.75 ની તથા પાટણ જીલ્લાનાં એક ફોર્મ દીઠ રૂ.100 લેખે ગત માસનાં વેંચાણ થયેલા વાહનનાં કુલ પેટે રૂ. 83,200 ની માંગણી કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દ્રષ્ટિબેને લાંચનાં નાણાં કરાર આધારિત ડ્રાઇવરની નોકરી કરતા પંકજકુમાર ચૌધરીને આપી દેવાનુ કહ્યુ હતુ. જે બાદમાં ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઇ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. મંગળવારે એસીબી બોર્ડર રેન્જનાં સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ અને પાટણ એસીબી પી. આઈ. જે. પી.સોલંકીએ ટ્રેપ ગોઠવી દ્રષ્ટિબેનનાં કહ્યા મુજબ લાંચની રકમ રૂ.83,200 સ્વીકારતા ડ્રાઈવર પંકજ ચૌધરીને ઝડપી લીધો હતો.