Valsad News/ વલસાડ જિલ્લામાં AAPને મોટો ઝટકો, ફલધરા ગામમાં 300થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની હાજરીમાં કાર્યકર્તાઓએ કેસરિયો (BJP) ધારણ કર્યો.

Top Stories Gujarat Breaking News
BJP

Valsad News: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ફલધરા ગામમાં આમ AAPને મોટો ઝટકો લાગ્યો છે. અહીં 300થી 400 જેટલા આપના કાર્યકર્તાઓ અને આગેવાનોએ BJPમાં પ્રવેશ કર્યો છે. આ કાર્યક્રમમાં વલસાડ,ડાંગના સાંસદ અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ધવલ પટેલ તથા ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની વિશેષ ઉપસ્થિતિ હતી. કાર્યકર્તાઓએ BJPનો કેસરિયો ખેસ ધારણ કરીને પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી હતી.

વલસાડના ફ્લધરા ગામે આપ માં ભાજપે પાડ્યું ગાબડું

આ કાર્યક્રમમાં મહિલાઓ અને પુરુષોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. ખાસ કરીને યુવા વર્ગના કાર્યકર્તાઓની સંખ્યા વધુ હતી, જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસલક્ષી નીતિઓ અને BJPની ‘રાષ્ટ્ર પ્રથમ’ની વિચારધારાથી પ્રભાવિત થઈને આ પગલું ભર્યું છે.સાંસદ ધવલ પટેલે (MP Dhaval Patel) જણાવ્યું કે, “આ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની અરાજકતા અને ગેરમાર્ગે દોરનારી નીતિઓથી કંટાળીને ભાજપમાં જોડાયા છે.અમે તેમને ખુલ્લા હૃદયથી સ્વીકારીએ છીએ અને તેઓ વિકાસના કાર્યમાં યોગદાન આપશે.

આ કાર્યક્રમ દરમિયાન ધવલ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, “અનંત પટેલ અને ચૈતર વસાવા જેવા નેતાઓ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને અરાજકતા ફેલાવી રહ્યા છે. તેઓની નીતિઓ વિકાસને અવરોધે છે અને લોકોને વિભાજિત કરે છે.” આ પ્રહારોને ધ્યાનમાં રાખતા, તાજેતરમાં ધવલ પટેલે એવો પણ દાવો કર્યો છે કે અનંત પટેલ (Anant Patel) આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારીમાં છે,જે કોંગ્રેસમાં આંતરિક અસંતોષનો સંકેત આપે છે.

વલસાડ જિલ્લો ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં આવેલો છે અને તેમાં આદિવાસી વસ્તીનું વર્ચસ્વ છે. અહીં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તીવ્ર સ્પર્ધા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ધવલ પટેલે વલસાડ (ST) બેઠક પરથી જીત મેળવી હતી અને તેઓ ભાજપના રાષ્ટ્રીય એસટી મોરચાના સોશિયલ મીડિયા ઇનચાર્જ પણ છે.તેઓ આદિવાસી સમાજના મુદ્દાઓ પર બે બેસ્ટસેલર પુસ્તકોના લેખક પણ છે.આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં પ્રવેશ કર્યો હતો અને કેટલીક બેઠકો પર સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તાજેતરમાં તેમને અનેક ઝટકા લાગ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવા સંગઠન બાદ કમલમમાં ભાજપની પહેલી બેઠક, ચૂંટણી રણનીતિ પર મંથન