Gandhinagar News/ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં તળિયાઝાટક ફેરફાર થવાની તૈયારી

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં પ્રદેશ ભાજપ  સંગઠનની જાહેરાત થઈ શકે છે. ગુજરાત પ્રદેશ ભાજપનું નવું સંગઠનનું માળખું જાહેર થઈ શકે છે.

Gandhinagar Top Stories Gujarat Others Breaking News

Gandhinagar News: ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત થઈ શકે છે. ગુજરાત પ્રદેશ ભાજપનું નવું સંગઠનનું માળખું જાહેર થઈ શકે છે. સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આ માટે દિલ્હી ગયા હતા અને વડાપ્રદાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા તથા તેમની સાથે સઘન ચર્ચાવિચારણા કરી હતી. તેની સાથે કેન્દ્રીય મંત્રી સાથે પણ બેઠક કરી હતી.

ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠનમાં ચાર પ્રદેશ મહામંત્રી અને છથી આઠ ઉપાધ્યક્ષની જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત 8થી 10 પ્રદેશ મંત્રી અને એક ઘજાનચીની નિમણૂક પણ કરવામાં આવી શકે છે. 20થી 25 પ્રદેશ હોદ્દેદારોની ટીમ જાહેર કરી છે. આ ઉપરાંત પ્રદેશ ભાજપના સાત મોરચાના પ્રદેશ પ્રમુખોના નામ પણ જાહેર થશે.

આમ ભાજપનું સંગઠનનું માળખું જાહેર થયા પછી જિલ્લા ભાજપની ટીમ પણ જાહેર કરવામાં આવશે. આમ આગામી દિવસોમાં ભાજપમાં સંગઠનાત્મક મોરચે મોટાપાયા પર ફેરફારો જોવા મળી શકે છે. આ અંગે પીએમ મોદી સાથે સંવાદ થઈ ગયો હોવાથી તેના અગે ગમે ત્યારે જાહેરાત કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પક્ષના પ્રમુખપદે જગદીશ વિશ્વકર્માની નિમણૂક થઈ ગઈ છે. બસ ત્યારથી જ હવે સંગઠનમાં ફેરફાર ક્યારે થશે તેની અટકળો સેવાઈ રહી છે. આગામી દિવસોમાં આ અટકળોનો અંત આવી શકે છે. આમ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાતા હવે પક્ષ પાસે નવા સંગઠન માળખાની જાહેરાત કરવાને લઈને પૂરતો સમય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત ભાજપ સંગઠનમાં નવા જુનીના એંધાણ, CM,DyCMની PM સાથે દિલ્હી બેઠક

આ પણ વાંચો: જગદીશ વિશ્વકર્માએ સંભાળી ગુજરાત ભાજપની કમાન

આ પણ વાંચો: જગદીશ વિશ્વકર્માની ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે કરાઈ નિમણૂક, સંભાળ્યો ચાર્જ