Gandhinagar News:ભાજપની (BJP) સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ ગુજરાત (Gujarat) ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ન હતી, તેથી વર્તમાન પ્રમુખ અને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ આ પદ પર હતા. જોકે, પ્રદેશ પ્રમુખની ચૂંટણીની જાહેરાત ત્રણ દિવસ પહેલા રિટર્નિંગ ઓફિસર દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની સત્તાવાર જાહેરાત કરી છે. નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત મંચ પરથી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પરિષદ માટે ઓગણત્રીસ ઉમેદવારીપત્રો દાખલ કરવામાં આવ્યા હતા, અને બધાને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય પરિષદમાં ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગઈકાલે, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા (Jagadish Vishwakarma) તેમના સમર્થકો સાથે, ભાજપ પ્રમુખ પદ માટે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. જોકે, જ્યારે અન્ય કોઈ ઉમેદવારીપત્ર દાખલ કરવામાં આવ્યું ન હતું,ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખ બનશે, અને કાર્યકરોએ તેમને અભિનંદન આપવાનું શરૂ કર્યું. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ તેમને મળ્યા અને તેમનું સ્વાગત કર્યું.
આજે સવારે 10 વાગ્યે સત્તાવાર જાહેરાત બાદ જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળશે. રાજ્ય ચૂંટણી સમિતિ તેમને નવા પ્રમુખ જાહેર કરશે. ગાંધીનગરના કમલમ ખાતે સવારે 10 વાગ્યે એક ખાસ સમારોહ યોજાશે, જ્યાં જગદીશ વિશ્વકર્મા નવા પ્રમુખનો કાર્યભાર સંભાળશે.આજે કેન્દ્રીય ચૂંટણી પ્રભારી કે. લક્ષ્મણ, રાજ્ય પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળશક્તિ મંત્રી અને વર્તમાન પ્રમુખ સી.આર. પટેલની હાજરીમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે.
જગદીશ વિશ્વકર્માએ ગઈકાલે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું, પરંતુ ભાજપ પ્રમુખ પદ માટે અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી તેમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે.જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમુદાયમાં જાણીતા વ્યક્તિ છે, અને ભાજપે તેમને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિશ્વકર્મા અગાઉ અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલમાં રાજ્ય સરકારમાં સહકારી મંત્રીનું પદ ધરાવે છે. તેઓ અમદાવાદના નિકોલ મતવિસ્તારના ધારાસભ્ય છે. તેઓ અગાઉ 2012, 2017 અને 2022માં નિકોલથી ચૂંટાયા હતા.
આ પણ વાંચો:નિકોલના ધારાસભ્ય અને પક્ષનો પ્રભાવશાળી OBC ચહેરો જગદીશ વિશ્વકર્મા !
આ પણ વાંચો:ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણીમાં જગદીશ વિશ્વકર્માએ આજે ફોર્મ ભર્યુ, પક્ષને મળશે નવા સુકાની
આ પણ વાંચો:ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં જગદીશ વિશ્વકર્મા આજે ફોર્મ ભરશે, પ્રમુખપદ માટે નિશ્ચિત
