Gandhinagar News/ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં જગદીશ વિશ્વકર્મા આજે ફોર્મ ભરશે, પ્રમુખપદ માટે નિશ્ચિત

ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવ્યા છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણીને લઈને ફોર્મ ભરવામાં આવશે. આ હોદ્દા માટે જગદીશ પંચાલ એટલે કે જગદીશ વિશ્વકર્મ આજે ફોર્મ ભરશે. તે પોતાના 10 ટેકેદારો સાથે ફોર્મ ભરશે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવ્યા છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણીને લઈને ફોર્મ ભરવામાં આવશે. આ હોદ્દા માટે જગદીશ પંચાલ એટલે કે જગદીશ વિશ્વકર્મા આજે ફોર્મ ભરશે. તે પોતાના 10 ટેકેદારો સાથે બપોરે 12-39 વાગે વિજય મૂહુર્તમાં ફોર્મ ભરશે.

ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ભાજપમાંથી એક જ ઉમેદવાર ફોર્મ ભરશે. આના પરથી જ સમજાઈ જાય છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખપદે જગદીશ વિશ્વકર્મા નિશ્ચિત છે. સવારે 11 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં ફોર્મ ભરી શકાશે.

આમ ગુજરાતના નવા ભાજપ પ્રદેશ પ્રમુખની ચોથી ઓક્ટોબરે જાહેરાત થશે. આ અંગેના ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. તેમા કુલ 292 મતદારો મતદાન કરશે. આ મતદારોની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. પક્ષપ્રમુખની ચૂંટણી માટે ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર શેટ્ટી પણ કમલમ આવી ગયા છે. તેમા પક્ષના વર્તમાન ધારાસભ્ય અને સરકારમાં લઘુ ઉદ્યોગ પ્રધાન જગદીશ વિશ્વકર્માનું નામ સુનિશ્ચિત થઈ ચૂક્યું છે, પરંતુ ઉદયન કાનગઢ અને મયંક નાયક પ્રબળ દાવેદાર મનાતા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપમાં આમ પણ પ્રદેશ પ્રમુખને લઈને લાંબા સમયથી વાત ચાલતી હતી. એક સમય હતો જ્યારે માનવામાં આવતું હતું કે લોકસભા ચૂંટણી પૂરી થયા પછી અને સી આર પાટિલને કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવ્યા પછી માનવામાં આવતું હતું કે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળશે, પરંતુ કોઈને કોઈ કારણસર તેમા વિંલંબ થતો રહ્યો છે.

મોવડીમંડળને પણ લાગ્યું છે કે હવે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ આપ્યા વગર ચાલે તેમ નથી. પાટિલે તેમની કામગીરી સફળતાપૂર્વક બજાવી અને પક્ષને નવા સીમાચિન્હ પર લઈ ગયા છે.  તેથી હવે નવા બનનારા ભાજપ પ્રદેશ પ્રમુખ પાસે આ પ્રકારના સ્તરને જાળવવાનું રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  Gandhinagar News/ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીને લઇ તૈયારીઓ તેજ

આ પણ વાંચો:  Gandhinagar News/ભાજપને 4થી ઓક્ટોબરે મળશે નવા પ્રદેશ પ્રમુખ

આ પણ વાંચો:  Gandhinagar News/નિકોલના ધારાસભ્ય અને પક્ષનો પ્રભાવશાળી OBC ચહેરો જગદીશ વિશ્વકર્મા !