Not Set/ વર્ષોથી ગણપતિજીની સ્થાપના કરતો વડોદરાનો આ મુસ્લિમ પરિવાર

હાલ રાજ્ય સહિત દેશભરમાં ગણોશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે એવા પણ મુસ્લિમ પરિવાર છે,  જેઓ શ્રદ્વાપૂર્વક ગણેશજીની પૂજા કરવાનું ચૂકતા નથી. આવો જ એક પરિવાર વડોદરામાં કોમી એકતાનું પ્રતિક બન્યો છે. આ પરિવાર ગણેશોત્સવ દરમિયાન તેમના વિસ્તારના ગણેશ પંડાલમાં દરરોજ જાય છે અને આરતી પણ કરે છે. વડોદરા રેલવે સ્ટેશનની સામે આવેલી ફારમજીની ચાલીમાં રહેતા […]

Gujarat Navratri 2022

હાલ રાજ્ય સહિત દેશભરમાં ગણોશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે એવા પણ મુસ્લિમ પરિવાર છે,  જેઓ શ્રદ્વાપૂર્વક ગણેશજીની પૂજા કરવાનું ચૂકતા નથી. આવો જ એક પરિવાર વડોદરામાં કોમી એકતાનું પ્રતિક બન્યો છે. આ પરિવાર ગણેશોત્સવ દરમિયાન તેમના વિસ્તારના ગણેશ પંડાલમાં દરરોજ જાય છે અને આરતી પણ કરે છે.

વડોદરા રેલવે સ્ટેશનની સામે આવેલી ફારમજીની ચાલીમાં રહેતા મહેબુબ મલેક કહે છે કે ‘હું જ્યારથી સમજણો થયો ત્યારથી ગણેશોત્સવમાં ભાગ લઉ છું. ચાલીમાં 20 મકાનો છે તેમાં મને છોડીને બધા જ હિન્દુ છે અને ક્યારે મને મુસ્લિમ હોવાનો એહસાસ નથી થવા દીધો. હું અને મારો પરિવાર ભક્તિભાવથી ભાગ લઇએ છીએ અને વિર્સજન થાય ત્યા સુધી અમે મંડળને સાથ આપીએ છીએ.

મહેબુબે વધુમાં કહ્યું ‘મને તો ગણેશજીની આખી આરતી પણ આવડે છે’. મને ગણેશજી પર ખૂબ આસ્થા છે એટલે હું પૂજા કરૃ છુ. અમારી ચાલીમાં દિવાળી અને ઇદ પણ ધામધૂમથી જ ઉજવાય છે.