Gandhinagar News: ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવ્યા છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણીને લઈને ફોર્મ ભરવામાં આવ્યું છે. આ હોદ્દા માટે જગદીશ પંચાલ એટલે કે જગદીશ વિશ્વકર્માએ (Jagdish Vishvkarma) આજે ફોર્મ ભર્યુ છે.
તેમણે પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભર્યુ છે. તેમણે 12-39એ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યુ હતું. ભાજપના અગ્રણી આગેવાનોએ અભિનંદન પાઠવવાનું શરૂ કરી દીધું છે. તેમા કિરીટ પટેલથી પ્રારંભ થયો છે.
ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખની (State BJP President) ચૂંટણી માટે ભાજપમાંથી એક જ ઉમેદવાર ફોર્મ ભરશે. આના પરથી જ સમજાઈ જાય છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખપદે જગદીશ વિશ્વકર્મા નિશ્ચિત છે.
ફોર્મ ભરવાનો સમય સવારના 11થી બપોરના બે વાગ્યાનો છે. સંગઠન મહામંત્રી રત્નાકર શેટ્ટીએ પણ જગદીશ વિશ્વકર્મા સાથે મુલાકાત કરી, એક જ ફોર્મ ભરાયું છે અને તે પણ જગદીશ વિશ્વકર્માએ ભર્યુ છે.
આમ ગુજરાતના નવા ભાજપ પ્રદેશ પ્રમુખની ચોથી ઓક્ટોબરે જાહેરાત થશે. આ અંગેના ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. તેમા કુલ 292 મતદારો મતદાન કરશે. આ મતદારોની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. પક્ષપ્રમુખની ચૂંટણી માટે ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર શેટ્ટી પણ કમલમ આવી ગયા છે. તેમા પક્ષના વર્તમાન ધારાસભ્ય અને સરકારમાં લઘુ ઉદ્યોગ પ્રધાન જગદીશ વિશ્વકર્માનું નામ સુનિશ્ચિત થઈ ચૂક્યું છે, પરંતુ ઉદયન કાનગઢ અને મયંક નાયક પ્રબળ દાવેદાર મનાતા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપમાં આમ પણ પ્રદેશ પ્રમુખને લઈને લાંબા સમયથી વાત ચાલતી હતી. એક સમય હતો જ્યારે માનવામાં આવતું હતું કે લોકસભા ચૂંટણી પૂરી થયા પછી અને સી આર પાટિલને (C R Patil) કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવ્યા પછી માનવામાં આવતું હતું કે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળશે, પરંતુ કોઈને કોઈ કારણસર તેમા વિંલંબ થતો રહ્યો છે.
આ પણ વાંચો: Gandhinagar News/ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીને લઇ તૈયારીઓ તેજ
આ પણ વાંચો: Gandhinagar News/ભાજપને 4થી ઓક્ટોબરે મળશે નવા પ્રદેશ પ્રમુખ
આ પણ વાંચો: Gandhinagar News/નિકોલના ધારાસભ્ય અને પક્ષનો પ્રભાવશાળી OBC ચહેરો જગદીશ વિશ્વકર્મા !
