Abhishek Banerjee Attacked 2026: પશ્ચિમ બંગાળના સોનારપુરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ અભિષેક બેનર્જી પર ઉગ્ર ભીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ચૂંટણી બાદ થયેલી હિંસાના પીડિત પરિવારોને મળવા પહોંચેલા ટીએમસી નેતાને પ્રદર્શનકારીઓએ ઘેરી લીધા હતા અને તેમની સામે ‘ચોર-ચોર’ ના નારા લગાવીને કાચા ઈંડા તથા પથ્થર ફેંક્યા હતા. પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બનતા સુરક્ષાકર્મીઓએ ત્વરિત એક્શન લઈને અભિષેક બેનર્જીને તાત્કાલિક હેલ્મેટ પહેરાવી દીધું હતું અને કડક સુરક્ષા કવચ વચ્ચે મોટરસાઇકલ દ્વારા વિસ્તારમાંથી હેમખેમ બહાર કાઢ્યા હતા.
#WATCH | सोनारपुर, पश्चिम बंगाल: TMC MP अभिषेक बनर्जी ने कहा, “ये सब भाजपा द्वारा प्रायोजित है। आप देख सकते हैं कि मेरा क्या हाल किया गया है। ये इनका लोकतंत्र का नमूना है…आप देख सकते हैं कि कहीं पर पुलिस नहीं है…” https://t.co/iJQgz3wDtR pic.twitter.com/6xjiC2UkgL
— ANI_HindiNews (@AHindinews) May 30, 2026
સ્થાનિક જનતાનો આક્રોશ અને વિકાસના મુદ્દે ઘેરાવ
આ સમગ્ર ઘટના સોનારપુરના કમરાબાદ વિસ્તારની છે, જ્યાં શનિવારે સાંજે આશરે 4:30 વાગ્યે ટીએમસી સાંસદ પોતાની પાર્ટીના એક મૃતક કાર્યકર્તાના ઘરે પહોંચ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી કોઈ વિકાસ થયો નથી, રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી. એક તરફ જનતા પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહી છે, ત્યારે બીજી તરફ નેતાઓએ આલીશાન બંગલા બનાવી લીધા હોવાના આક્ષેપો સાથે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઉગ્ર બનેલી ભીડે રસ્તા પર મોટરસાઇકલો ફેંકી દઈને ભારે અફરાતફરી મચાવી દીધી હતી.
Abhishek banerjee નો BJP આક્ષેપ
પોતાના પર થયેલા આ ભયાનક હુમલા બાદ સાંસદ અભિષેક બેનર્જીએ (Abhishek banerjee ) ભારતીય જનતા પાર્ટી (BJP) પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે પોતાના ફાટેલા કપડાં અને સ્થિતિ દર્શાવતા જણાવ્યું કે, “આ સમગ્ર હુમલો સંપૂર્ણપણે ભાજપ દ્વારા પ્રાયોજિત છે અને આ તેમના લોકશાહીનો અસલી નમૂનો છે. સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી ઘટના વખતે સ્થળ પર ક્યાંય પોલીસ હાજર નહોતી.”
#WATCH | Sonarpur, West Bengal: TMC MP Abhishek Banerjee was beaten up by locals during his visit to Sonarpur to meet the post-poll victims’ families pic.twitter.com/zkXxLJydqe
— ANI (@ANI) May 30, 2026
આ ઘટના બાદ સમગ્ર સોનારપુર વિસ્તારમાં ભારે રાજકીય તણાવ વ્યાપી ગયો છે. ટીએમસી (TMC)આને વિપક્ષનું પૂર્વઆયોજિત કાવતરું ગણાવી રહી છે, જ્યારે સામી બાજુ આને સ્થાનિક જનતાનો(Abhishek banerjee ) સ્વાભાવિક આક્રોશ ગણાવવામાં આવી રહ્યો છે. હાલ સ્થિતિને કાબૂમાં લેવા માટે વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

