Mehsana News/ મહેસાણા જિલ્લામાં સામે આવ્યું વધુ એક મનરેગા કૌભાંડ, ભાજપ નેતા પર લાગ્યો ગંભીર આરોપ

ભાજપના ડેલિગેટ અને રાંતેજ જિલ્લા પંચાયત સીટના સભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા પર પોતાના અને પોતાના પરીવારના જોબ કાર્ડ બનાવ્યા હોવાના ગંભીર આરોપ લાગ્યા છે.

Top Stories Gujarat Breaking News
મનરેગા કૌભાંડ

Mehsana News:મહેસાણાના બહુચરાજી તાલુકામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે.ભાજપના ડેલિગેટ અને રાંતેજ જિલ્લા પંચાયત સીટના સભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા પર ગંભીર આરોપ લાગ્યા છે.આ આક્ષેપો બહુચરાજી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રહલાદસિંહ ઝાલાએ કર્યા છે.તેમનું કહેવું છે કે વિરેન્દ્રસિંહ ઝાલાએ પોતાના તેમજ પોતાના પરિવારના સભ્યોના નામે જોબ કાર્ડ બનાવડાવ્યા હતા અને તેના માધ્યમથી મનરેગા યોજનાનો લાભ લીધો હતો.

બહુચરાજીમાં ભાજપના જ ડેલીગેટે કૌભાંડ કર્યા હોવાના આરોપ

વધુમાં તેમને આક્ષેપ કર્યો હતો કે  એક જ કામને વારંવાર બતાવીને નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ કૌભાંડથી ભાજપના (BJP) સ્થાનિક નેતૃત્વમાં ભૂકંપ આવ્યો છે. અને તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.મનરેગા યોજના ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર પૂરો પાડવા અને ગરીબી નિવારણ માટે કેન્દ્ર સરકારની (Central Government) મહત્વની યોજના છે. આવી યોજનામાં રાજકીય નેતાઓ કે તેમના પરિવારજનો દ્વારા જોબ કાર્ડ બનાવી લાભ લેવો એ ગંભીર ભ્રષ્ટાચારનું પ્રતીક માનવામાં આવે છે.

તાજેતરમાં જ મહેસાણા જિલ્લામાં જ અન્ય મનરેગા કૌભાંડો (MGNREGA scams) સામે આવ્યા છે, જેમ કે ખેરાલુ તાલુકાના ચાચરીયા ગામમાં રૂ. 23 લાખનું કૌભાંડ, જ્યાં કાગળ પર કામ બતાવી નાણાં ઉપાડવામાં આવ્યા હતા.જો કે આ આક્ષેપો પર વિરેન્દ્રસિંહ ઝાલાનો કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેરાલુમાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ: 7-8 કરોડની ગેરરીતિઓએ ખળભળાટ મચાવ્યો

આ પણ વાંચો:ભરૂચ મનરેગા કૌભાંડ મુદ્દે કોંગ્રેસ નેતા હીરા જોટવાની અટકાયત, બંને એજન્સીના માલિકો સાથેના કનેક્શન શોધવા SITની મથામણ