તેલંગાણાના કરીમનગરમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. PM મોદીના પ્રહાર પર હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રિયંકા ગાંધીથી લઈને મલ્લિકાર્જુન ખરગે અને જયરામ રમેશે મોદીએ કરેલ સવાલના જવાબ આપ્યા છે. જણાવી દઈએ કે તેલંગાણામાં પ્રચાર કરતી વખતે PM મોદીએ ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ પાર્ટીને આડેહાથ લેતા વેધક સવાલ પૂછ્યો કે કોંગ્રેસે અચાનક અદાણી-અંબાણીનું નામ લેવાનું કેમ બંધ કરી દીધું? હવે અંબાણી-અદાણી મામલે કોંગ્રેસ મોદીને જવાબ આપ્યા છે.
For years, Congress के शहजादे दिन-रात एक ही माला जपते थे…'5 industrialists', 'Ambani', 'Adani'…
But since the elections are declared, they have stopped abusing Ambani, Adani…
Why?
I wish to ask the Shehzadey of Congress, how much black money have they recieved from… pic.twitter.com/fiAGe0m3qG
— BJP (@BJP4India) May 8, 2024
પ્રિયંકા ગાંધી : પ્રિયંકા ગાંધી આ વખતની ચૂંટણીમાં ઉમેદવાર નથી. પરંતુ રાહુલ ગાંધીના સમર્થનમાં અનેક સ્થાનો પર પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં પ્રિયંકા ગાંધી પ્રચાર કરી રહ્યા છે.
कांग्रेस नेता प्रियंका गांधी वाड्रा ने उत्तर प्रदेश के रायबरेली में एक सार्वजनिक बैठक को संबोधित करते हुए कहा, "आज उन्होंने (पीएम नरेंद्र मोदी) कहा- "राहुल जी अडानी-अंबानी का नाम नहीं ले रहे हैं।'' लेकिन राहुल जी हर दिन अडानी-अंबानी की बात करते हैं। उनके बारे में सच्चाई जनता के…
— VATS (@Sanjvats) May 8, 2024
પ્રિયંકા ગાંધીએ પ્રચારમાં રાયબરેલીમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું, “આજે તેમણે (પીએમ નરેન્દ્ર મોદીએ) કહ્યું- “રાહુલ જી કેમ હવે અદાણી-અંબાણીનું નામ નથી લેતા.” પરંતુ હું તમને કહું છું રાહુલ જી દરરોજ અદાણી-અંબાણી વિશે વાત કરે છે, તેઓ કહે છે. તેમના વિશેનું સત્ય દરરોજ અમે તમને કહીએ છીએ કે તેઓ (ભાજપ)ની મોટા ઉદ્યોગપતિઓ સાથે સાંઠગાંઠ છે. તેમણે પોતાના ઉદ્યોગપતિ મિત્રોના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે, જ્યારે આ બાજુ દેશના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે છતાં તેમના દેવા માફ કરવામાં આવતા નથી…”
જયરામ રમેશ : કોંગ્રેસ નેતા જયરામ રમેશે અંબાણી-અદાણી મામલે પીએમ મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. આ મામલે જયરામ રમેશ ટ્વીટ કર્યું છે. તેમાં જણાવ્યું છે કે જમીની પરિસ્થિતિ એટલી હદે ગડબડ થઈ ગઈ છે કે “હમ દો હમારે દો” ના “પાપા” પોતાના બાળકોનું બલિદાન આપી રહ્યા છે.
જે વ્યક્તિએ તેની પાર્ટી માટે રૂ. 8,200 કરોડનું દાન એકઠું કર્યું હતું – એક કૌભાંડ એટલું ગંભીર કે સુપ્રીમ કોર્ટે પણ તેને ગેરબંધારણીય જાહેર કર્યું હતું – તે આજે અન્ય લોકો પર દોષારોપણ કરી રહ્યો છે. યાદ રાખો કે વડા પ્રધાને તેમના “ચાર માર્ગો” દ્વારા તેમની પાર્ટીના અંગત સ્વાર્થ અને સત્તાના લોભ માટે રૂ. 4 લાખ કરોડના કોન્ટ્રાક્ટ અને લાયસન્સ આપ્યા હતા. જો આજે ભારતની સ્થિતિ એવી છે કે 21 અબજોપતિઓ પાસે 70 કરોડ ભારતીયો જેટલી સંપત્તિ છે તો તે વડાપ્રધાનના ઈરાદા અને નીતિઓનું પરિણામ છે. સ્વાભાવિક છે કે આ 21માં “આપણા બે” ની બહુ મહત્વની ભૂમિકા છે.
28 જાન્યુઆરી 2023 થી @INCIndia મોદાણી કૌભાંડની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની રચનાની વારંવાર માંગ કરી છે. 23 એપ્રિલ, 2024 અને માત્ર પાંચ દિવસ પહેલા, 3 મે, 2024 ના રોજ – ચૂંટણી પ્રચાર શરૂ થયા પછી પણ અમે આ માંગને પુનરાવર્તિત કરી છે. પરાજય એ પૂર્વવર્તી નિષ્કર્ષ છે – વડાપ્રધાન હવે પોતાના પડછાયાથી ડરે છે.
ज़मीनी स्थिति इतनी गड़बड़ाई हुई है कि “हम दो हमारे दो” के “पप्पा” अपनी ख़ुद की संतानों का बलिदान कर रहे हैं।
जिस व्यक्ति ने अपनी पार्टी के लिए 8,200 करोड़ रुपए का चंदा इकट्ठा किया – इतना भयंकर घोटाला किया कि सुप्रीम कोर्ट ने भी उसे असंवैधानिक घोषित किया – वो आज दूसरों पर आरोप… pic.twitter.com/cSy7GGQjMO
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 8, 2024
મલ્લિકાર્જુન ખરગે : ચૂંટણીના ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ આજે વડાપ્રધાન પોતાના જ મિત્રો પર હુમલાખોર બન્યા છે. મોદીજીની ખુરશી હલી રહી હોવાનું સામે આવી રહ્યું છે. આ પરિણામોનું વાસ્તવિક વલણ છે.
वक्त बदल रहा है। दोस्त दोस्त ना रहा…!
तीन चरणों के चुनाव पूरे हो जाने के बाद आज प्रधानमंत्री जी अपने मित्रों पर ही हमलावर हो गए हैं।
इसे पता चल रहा है कि मोदी जी की कुर्सी डगमगा रही है। यही परिणाम के असली रुझान है।
— Mallikarjun Kharge (@kharge) May 8, 2024
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે હવે ક્યારે અંબાણી અને અદાણીના ઘરે રેડ પડશે.
PM मोदी ने अडानी-अंबानी पर भ्रष्टाचार के गंभीर आरोप लगाए हैं।
उन्होंने कहा: अडानी-अंबानी काला धन बांटते हैं।
यानी, राहुल गांधी जी ने मोदी को भ्रष्टाचार का खुलासा करने पर मजबूर कर ही दिया!
मोदी जी ये बताइए इन दोनों पर ED, CBI, इनकम टैक्स की रेड कब होगी?pic.twitter.com/7wNx3zo1rg
— Congress (@INCIndia) May 8, 2024
પીએમ મોદીના અંબાણી-અદાણી મામલે વેધક સવાલ પર એક યુઝર્સની પ્રતિક્રિયા આવી છે. આ યુર્ઝસ કહી રહ્યા છે કે આખરે કેમ પીએમ મોદી અંબાણી-અદાણી વિશે બોલી રહ્યા છે. શું તેમના અને આ ઉદ્યોગપતિઓના સંબંધમાં ખટાશ આવી છે.
नरेंद्र मोदी ने गौतम अडानी और मुकेश अंबानी पर गंभीर आरोप लगाए हैं-
अडानी-अंबानी बोरे में भर-भरकर काला धन देते हैं.
आखिरकार राहुल गांधी जी ने PM मोदी को भ्रष्टाचार का खुलासा करने पर मजबूर कर दिया.@RahulGandhi pic.twitter.com/2TidccZ13e
— Brijesh singh yadav (@Brijesh77956738) May 8, 2024
જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં ગઈકાલે 7મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આગામી તબક્કા માટે પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ પ્રચાર દરમ્યાન તેમણે કોંગ્રેસને આડેહાથ લેતા અનેક વેધક સવાલો કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરીથી પોલીંગ બૂથ પર 100 ટકા મતદાન
આ પણ વાંચો: અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન
આ પણ વાંચો: કલ, આજ ઔર ‘કલ’નું એક સાથે મતદાન
