Not Set/ કોંગ્રેસની 100 બસ પહોંચી નોઇડા, પ્રિયંકાના અંગત સચિવે કહ્યું- સાંજ સુધી અહીં જ રહીશું

કોરોના વાયરસના સંકટને પહોંચી વળવા દેશમાં લોકડાઉન અમલમાં છે. લોકડાઉનને કારણે ગરીબ અને મજૂર વર્ગના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા કામદારો અન્ય રાજ્યોથી તેમના ઘરે જવા રવાના થયા છે. આ દરમિયાન, ઉત્તર પ્રદેશમાં મજૂરો માટે બસ ચલાવવાના મુદ્દે આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોનો સિલસિલો હજુ પણ ચાલુ છે. ફસાયેલા મજૂરોના ઘરે પરત આવવા […]

India

કોરોના વાયરસના સંકટને પહોંચી વળવા દેશમાં લોકડાઉન અમલમાં છે. લોકડાઉનને કારણે ગરીબ અને મજૂર વર્ગના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા કામદારો અન્ય રાજ્યોથી તેમના ઘરે જવા રવાના થયા છે. આ દરમિયાન, ઉત્તર પ્રદેશમાં મજૂરો માટે બસ ચલાવવાના મુદ્દે આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોનો સિલસિલો હજુ પણ ચાલુ છે.

ફસાયેલા મજૂરોના ઘરે પરત આવવા 1000 બસો દોડાવવાની ઓફર કર્યા બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે રાજકીય લડત ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો 100 જેટલી બસો લઈને નોઈડા પહોંચ્યા હતા. જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ બસને આગળ નહીં જવા દેવાનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસ કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે બસોને વિવિધ સ્થળોએ રોકવામાં આવી છે. કેટલીક બસો આરટીઓ દ્વારા પણ કબજે કરવામાં આવી. જ્યારે 100 જેટલી બસો મહામાયા ફ્લાયઓવર હેઠળ ઉભી છે. સાથે જ કામદારોને બસો સુધી પહોંચવાની અપીલ કરવામાં આવી રહી છે.  

લખ્યો પત્ર

letter-priyanka_052020025825.jpg

આ સાથે પ્રિયંકા ગાંધીના અંગત સચિવ સંદીપસિંહે ઉત્તર પ્રદેશ સરકારમાં ફરીથી અપર મુખ્ય સચિવ ગૃહ અવનિશ અવસ્થીને પત્ર લખ્યો છે. આ વખતે પત્ર કહેવમાં આવ્યું છે કે બસોની સાથે તેઓ બુધવારે સાંજ સુધી ઉત્તર પ્રદેશ બોર્ડર પર હાજર રહેશે.

19 મેના રોજ લખેલા એક પત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘અમે સવારથી બસ સાથે ઉત્તરપ્રદેશની બોર્ડર પર ઉભા છીએ. જ્યારે અમે નોઈડા-ગાઝિયાબાદ તરફ ચાલવાનો પ્રયત્ન કર્યો ત્યારે યુપી પોલીસે અમને આગ્રા બોર્ડર પર અટકાવી દીધા. પોલીસે યુપીસીસી પ્રમુખ અજયકુમાર લલ્લુની ગેરવર્તન કરીને તેની ધરપકડ કરી છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમારું પહેલું લક્ષ્ય કામદારોને મદદ કરવાનું છે. અમે અહીં અમારી બસો સાથે હાજર છીએ અને બુધવારે સાંજે ચાર વાગ્યા સુધી રહીશું. અમે સ્થળાંતર કામદારોના દુખને ઓછું કરવા કટિબદ્ધ છીએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.