Pakistan Afghanistan War: મધ્ય એશિયામાં તણાવભર્યા પરિસ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. અફઘાનિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાને કાબુલ સહિત કેટલાક વિસ્તારોમાં એરસ્ટ્રાઇક કરીને ભારે બોમ્બમારો કર્યો, જેમાં મોટી જાનહાની થઈ છે.
Pakistan-Afghanistan War 400 લોકોના મોતનો દાવો
અફઘાનિસ્તાન તરફથી કરવામાં આવેલા દાવા મુજબ, પાકિસ્તાની હુમલામાં લગભગ 400 લોકોના મોત થયા છે. ઉપરાંત 250થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. હુમલાના કારણે ઘણા વિસ્તારોમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો છે.
વ્યસનમુક્તિ હોસ્પિટલને નિશાન બનાવવાનો આરોપ
અફઘાનિસ્તાનના સત્તાવાળાઓ અને સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે બોમ્બમારામાં એક વ્યસનમુક્તિ હોસ્પિટલને પણ નિશાન બનાવવામાં આવી હતી, જેના કારણે અનેક નિર્દોષ લોકોના જીવ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તાલિબાનનો પાકિસ્તાન પર ગંભીર આરોપ
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાન પર ગંભીર આરોપો લગાવતા જણાવ્યું કે આ હુમલો અફઘાનિસ્તાન (Pakistan-Afghanistan War)ની સંપ્રભુતા પર સીધી અસર કરે છે. તાલિબાને આ હુમલાની કડક નિંદા કરી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ મામલે ધ્યાન આપવા અપીલ કરી છે.
પાકિસ્તાનનો આરોપોનો ઇનકાર
બીજી તરફ પાકિસ્તાન સરકારે અફઘાનિસ્તાનના આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. પાકિસ્તાનનું કહેવું છે કે કાબુલમાં કોઈ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી નથી. પાકિસ્તાની સત્તાવાળાઓ મુજબ તેઓએ માત્ર આતંકવાદી ઠેકાણાઓ સામે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.
વિસ્તારમાં તણાવ વધવાની શક્યતા
આ ઘટનાને પગલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ (Pakistan-Afghanistan War) વધુ વધી શકે છે. હાલ આંતરરાષ્ટ્રીય સમુદાય પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે અપીલ કરી રહ્યો છે.
આ પણ વાંચો:પાક–અફઘાન યુદ્ધ ભભૂક્યું: તાલિબાનનો ડ્રોન બદલો, પાક લશ્કરનાં અનેક બેસ તબાહ
આ પણ વાંચો:અફઘાનિસ્તાને પાકિસ્તાની F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું, સરહદ પર કર્યો નાશ
આ પણ વાંચો:2026માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધસમાન સ્થિતિની આશંકા! અમેરિકન થિંક ટેન્કનો મોટો દાવો
