afghanistan news/ અફઘાનિસ્તાને પાકિસ્તાની F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું, સરહદ પર કર્યો નાશ

અફઘાનિસ્તાને (Afghanistan) દાવો કર્યો કે તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશેલા પાકિસ્તાનના F-16 ફાઈટીંગ ફાલ્કને તોડી પાડવામાં આવ્યો. સળગતા વિમાનનો વીડિયો વાયરલ, પાકિસ્તાન તરફથી હજી સત્તાવાર પુષ્ટિ નથી.

Top Stories World Breaking News
Afghanistan

Afghanistan News:ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. બંને તરફથી હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. અફઘાનિસ્તાને (Afghanistan) પાકિસ્તાની F-16 ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો છે. આ એક અમેરિકન બનાવટનું ફાઇટર જેટ છે જેનો ઉપયોગ પાકિસ્તાન અફઘાનિસ્તાન સામે કરી રહ્યું હતું.

ફાઇટર જેટ પર પાકિસ્તાની ધ્વજ દોરવામાં આવ્યો છે

“અફઘાનિસ્તાન  ડિફેન્સ” (Afghanistan) નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સળગતા F-16 જેટના કાટમાળનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. વિમાન આગમાં જમીન પર પડેલું છે. આ અત્યંત ચપળ સિંગલ-એન્જિન ફાઇટર જેટના વર્ટિકલ સ્ટેબિલાઇઝર પર એક નાનો પાકિસ્તાની ધ્વજ પણ દોરવામાં આવ્યો છે. એક્ઝોસ્ટની નજીક ‘85510’ નંબર દેખાય છે.

મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતું નથી

જોકે, મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતું નથી કે અફઘાનિસ્તાને (Afghanistan) પાકિસ્તાની F-16 જેટને તોડી પાડ્યું છે. આ દાવો અફઘાનિસ્તાન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવી રહ્યો છે.

F-16 ફાઇટર જેટ વિશે જાણો

એ નોંધવું જોઈએ કે પાકિસ્તાનના F-16 ફાઇટર જેટ અમેરિકન છે. આ વિમાન મૂળ અમેરિકન કંપની જનરલ ડાયનેમિક્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું, બાદમાં લોકહીડ માર્ટિને ઉત્પાદન સંભાળ્યું. બંને કંપનીઓ અમેરિકાની માલિકીની છે. પાકિસ્તાન વાયુસેના (PAF) 1980 ના દાયકાથી અમેરિકા પાસેથી F-16 ખરીદે છે.


આ પણ વાંચો:આતંકીની નવી ચાલ! ઓપરેશન સિંદૂર’ નો બદલો લેવા લશ્કર-એ-તૈયબાની નવી સાજિશ

આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયા PMને બોમ્બની ધમકી! મધરાતે સરકારના નિવાસમાંથી ખસેડાયા

આ પણ વાંચો:ટ્રમ્પનો દાવો: મારા હસ્તક્ષેપ વગર ભારત–પાક યુદ્ધમાં 3 કરોડ લોકો મરી જતા!