Rajkot News: પીજીવીસીએલની મેગા ડિસ્કનેકશન ડ્રાઇવને જબરદસ્ત સફળતા મળી છે. આખા સૌરાષ્ટ્રમાં આદરવામાં આવેલી આ ડિસ્કનેકશન ડ્રાઇવમાં એક જ દિવસમાં અંદાજે 87 કરોડ રૂપિયાની જંગી વસૂલાત થઈ હતી. પીજીવીસીએલ (PGVCL)ની આ ડ્રાઇવમાં એક જ દિવસમાં તો 20.14 કરોડ રૂપિયાના જંગી વીજબિલ ભરાયા હતા. આ ઉપરાંત 30,767 જેટલા વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા.

PGVCLની રાજકોટમાં જંગી વસૂલાત
તેમા પણ રાજકોટ સર્કલમાં પીજીવીસીએલે (PGVCL મોટો સપાટો બોલાવતા 9.30 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. કદાચ રાજકોટમાં પીજીવીસીએલ દ્વારા આ એક જ દિવસમાં થયેલી સૌથી વધુ વસૂલાત હશે. પીજીવીસીએલની ડ્રાઇવના કારણે વીજ જોડાણ કપાવવાના ડરે ગ્રાહકો વીજ બિલ ભરવા દોડ્યા હતા. આ ઉપરાંત રીકનેકશન ચાર્જ પેટે પણ પીજીવીસીએલને રૂ. 29.74 લાખની વધારાની આવક થઈ હતી.

30,767 ગ્રાહકોના વીજ જોડાણ કપાયા
પીજીવીસીએલ સમક્ષ 18,950 ગ્રાહકોએ રીકનેકશન (Reconnection) માટે અરજી કરાવી હતી. વીજબિલના બાકી લેણદારો સામે પીજીવીસીએલે આકરી કાર્યવાહી કરી હતી. તેના કારણે હજારો વીજ જોડાણ કપાયા હતા. પીજીવીસીએલની આ મેગા ડ્રાઇવના કારણે વીજ લેણા બાકી હોય તેવા અનેક લોકોમાં ફફડાટની લાગણી જોવા મળી છે.

સૌરાષ્ટ્રમાં જિલ્લાવાર કાર્યવાહી જોઈએ તો જામનગરમાં સૌથી વધુ પાંચ હજાર, મોરબીમાં ત્રણ હજાર અને જૂનાગઢ જિલ્લામાં બે હજાર વીજ જોડાણ કપાયા હતા. આ ઉપરાંત કચ્છમાં પણ વીજ બિલ વસૂલાતથી લઈને વીજ જોડાણ કાપવાની કાર્યવાહી ધમધમી ઉઠી હતી. આ મેગા ડ્રાઇવને મળેલી સફળતા બતાવે છે કે આગામી દિવસોમાં પીજીવીસીએલ આવી બીજી કોઈ કાર્યવાહી પણ કરી શકે છે. સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં વીજ બિલના બાકી લેણા હોય તેવા લોકોના વીજ જોડાણ કાપવાની કાર્યવાહી વધુ તેજ બની શકે છે.
આ પણ વાંચો: ગઢડામાં પીજીવીસીએલ ત્રાટકીઃ 20 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ
આ પણ વાંચો: ભાવનગરમાં પીજીવીસીએલની બેદરકારીથી સ્થાનિકો પરેશાન
આ પણ વાંચો: ભાવનગરમાં પીજીવીસીએલની બેદરકારીથી સ્થાનિકો પરેશાન
