Botad News/ ગઢડામાં પીજીવીસીએલ ત્રાટકીઃ 20 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ

પીજીવીસીએલે વીજચોરો સામે આકરી કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે. આના ભાગરૂપે  ગઢડા તાલુકો સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની 36 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું.

Gujarat Gandhinagar Others

Botad News: પીજીવીસીએલે વીજચોરો સામે આકરી કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે. આના ભાગરૂપે  ગઢડા તાલુકો સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની 36 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. ગઢડા શહેર કેટલાક વિસ્તારો તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 90 વીજ કનેકશનો ચોરી કરતા ઝડપાતા અંદાજે 20 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

શુક્રવારે પીજીવીસીએલની 36 ટીમો દ્વારા ગઢડા શહેરનાં સામાકાંઠા, બોટાદ રોડ, કોઠીવાડી, માધવ પાર્ક સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. તેમજ ગઢડા તાલુકાના ટાટમ, ગોરડકા, ઢસા સહિતના ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું.

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે પીજીવીસીએલ હરકતમાં આવ્યું છે. આજે વહેલી સવારથી ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ બોટાદ જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું છે. ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કરેલ વીજ ચેકિંગ દરમ્યાન 90 કનેક્શનોમાં વીજ ચોરી ઝડપાઈ હતી. જેમાં અંદાજે 20 થી 25 લાખની વીજ ચોરી ઝડપાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે કર્યુ અનુમાન, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું

આ પણ વાંચો: રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ

આ પણ વાંચો: સામુહિક આપઘાત કેસ:બળજબરીથી 20 લાખ કઢાવવા લખાણ કરી પરિવારને મરવા મજબુર કર્યા,બે સામે ગુનો નોંધાયો