Gujarat Weather/ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં અસ્થાયી રાહત, 20 ડિસેમ્બર પછી ફરી વધશે ઠંડીનો ચમકારો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance)થી તાપમાન ઊચે ચડ્યું છે, મધ્ય ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ(Ahmedabad)અને ગાંધીનગરમાં ઠંડી હજુ છે.

Top Stories Gujarat Breaking News
ગુજરાતમાં Western Disturbanceથી ઠંડીમાં રાહત

Gujarat Weather: ગુજરાત (Gujarat)માં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance)ની અસરને કારણે લઘુત્તમ તાપમાન (Minimum Temperature)માં વધારો જોવા મળી રહ્યો છે. આનાથી વહેલી સવારે અને મોડી રાત્રે અનુભવાતી કડકડતી ઠંડી (Bitter Cold)માં આંશિક રાહત મળી છે. ગઈકાલે બપોરે મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું, જે સામાન્ય કરતાં વધુ છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, અમરેલી (Amreli)માં સૌથી નીચું લઘુત્તમ તાપમાન(Minimum Temperature)12.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance)ની અસરથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં વધારો થયો છે. આગામી દિવસોમાં પણ આ સિસ્ટમની અસર રહેવાની શક્યતા છે, પરંતુ 20 ડિસેમ્બર પછી ઠંડીનું પ્રમાણ ફરી વધશે તેવું અનુમાન છે.

ગુજરાત (Gujarat)માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance)ની અસર

ગુજરાત (Gujarat)માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance)ની અસર

શહેરનોંધાયેલ તાપમાન (°C)
ડીસા12.9°C
નલિયા13.8°C
કંડલા15.3°C
અમદાવાદ15.4°C
ગાંધીનગર14.0°C
વડોદરા13.2°C
ભુજ15.2°C
ભાવનગર15.6°C
સુરેન્દ્રનગર15.0°C
મહુવા15.1°C
દમણ17.2°C
પોરબંદર17.2°C
રાજકોટ16.9°C
કેશોદ18.0°C

મધ્ય ગુજરાત (Central Gujarat)ના મુખ્ય શહેરો અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગર (Gandhinagar)માં ઠંડીનો ચમકારો હજુ યથાવત છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance)ને કારણે તાપમાનમાં વધારો થયો છે. હવામાન વિભાગ (IMD) ના મતે, આગામી દિવસોમાં અમદાવાદ(Ahmedabad) અને ગાંધીનગર (Gandhinagar)માં લઘુત્તમ તાપમાન(Minimum Temperature)15થી 16 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. આ વધારાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડી (Bitter Cold)માં આંશિક ઘટાડો થશે. ડિસેમ્બર(December મહિનાના મધ્ય ભાગમાં સામાન્ય રીતે કડકડતી ઠંડી (Bitter Cold) પડતી હોય છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં સર્જાયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance)ને  કારણે લોકોને થોડા દિવસો માટે ઠંડીથી રાહત મળી રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) એ મધ્ય એશિયા(Central Asia)અને મેડિટેરેનિયન (Mediterranean વિસ્તારથી આવતી હવાની સિસ્ટમ છે, જે ઉત્તર ભારત અને હિમાલય પર વધુ અસર કરે છે. ગુજરાત (Gujarat)માં તેની અસરથી વાદળછાયું (Cloudy)વાતાવરણ બને છે અને તાપમાનમાં વધારો થાય છે. આ સિસ્ટમ પસાર થયા પછી ઉત્તરીય ઠંડા પવનોની અસરથી ઠંડી વધે છે.હવામાન નિષ્ણાતો (Weather Experts)ની નજર આ ફેરફાર પછી ઠંડીના નવા રાઉન્ડ પર છે. ગુજરાત (Gujarat)માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance)ની અસર રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ સૂકું (Dry Weather)રહેવાની શક્યતા છે, પરંતુ 20 ડિસેમ્બર (December)પછી ઠંડી ફરી તીવ્ર બનશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, સવાર-સાંજ ઠંડી, દિવસમાં ગરમી, કચ્છનું નલિયા સૌથી ઠંડુ

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી શરૂ, નલિયામાં તાપમાન 9.8°C સુધી ઘટ્યું

આ પણ વાંચો: હિમવર્ષાની અસર ગુજરાત સુધી, રાજ્યભરમાં ઠંડીમાં વધારો