Gujarat Weather: ગુજરાતમાં હાલ સવાર અને સાંજ ઠંડી જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થતો હોવાથી બેવડી ઋતુનો માહોલ સર્જાયો છે, જેના કારણે રોગચાળાના ફેલાવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઈકાલે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર હતું, જ્યારે આજે કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સવારના સમયે તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે ઉતર્યું હતું, જેનાથી ઠંડીનો સ્પષ્ટ અહેસાસ થયો હતો.
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી
ગુજરાતમાં (Gujarat) સવારે ઠંડીનો અનુભવ થયો હતો. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું.કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર-પૂર્વીય પવનોને કારણે ઠંડી પડી રહી છે.અન્ય શહેરોમાં નોંધાયેલા તાપમાનમાં (Temperature) આનો સમાવેશ થાય છે.વડોદરા 13°C, અમરેલી 13.2°C, અમદાવાદ 16.2°C, ગાંધીનગર 15.2°C, રાજકોટ 13.4°C, ડીસા 14.8°C, વલ્લભ વિદ્યાનગર 15.8°C, સુરત 16.4°C, દમણ 15.6°C, ભુજ 14.3°C, કંડલા એરપોર્ટ 14.2°C, ભાવનગર 15.4°C, દ્વારકા 186°C, મહુવા 14.1°C અને કેશોદ 14.7°C નોંધાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. આગામી ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો કે ઘટાડો થઈ શકે છે. રાજ્યમાં હાલમાં બેવડી ઋતુ ચાલી રહી છે. ઉત્તર-પૂર્વ દિશાના પવનો ચાલી રહ્યા છે. વધુમાં, પશ્ચિમી વિક્ષોભના પ્રભાવને કારણે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે.
આ પણ વાંચો:ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર, રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી
આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડી ભૂક્કા બોલાવશે, 7 ડિસેમ્બર પછી તાપમાન 2-4 ડિગ્રી વધુ ઘટવાની શક્યતા
આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન
