Gujarat Weather/ હિમવર્ષાની અસર ગુજરાત સુધી, રાજ્યભરમાં ઠંડીમાં વધારો

ગુજરાતરાજ્યમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ ઘટી ગયું છે. તો બીજી તરફ ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી પ્રસરી રહી છે.  

Top Stories Gujarat Breaking News
ઠંડી

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમફવર્ષા થઈ રહી છે, જેના કારણે ગુજરાત સહિત મેદાની વિસ્તારોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) ફરી એક ભયંકર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ ઘટી ગયું છે. તો બીજી તરફઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી પ્રસરી રહી છે.

ગુજરાતમાં દરરોજ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. અને રાજ્યભરમાં તાપમાન (Temperature) ઘટી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા તાપમાનના આંકડા અનુસાર, ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર હતું જ્યાં લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી સેલ્સિયસ હતું. રાજ્યમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું.

ગુજરાતમાં કડકડતી ઠંડીનો પ્રકોપ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 ડિસેમ્બર, શનિવારના રોજ રાજધાનીમાં આકાશ વાદળછાયું રહેશે. સવારે અને સાંજે રસ્તાઓ પર હળવું ધુમ્મસ છવાયું રહેશે. દરમિયાન, દિલ્હીમાં મહત્તમ તાપમાન 23 થી 25 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે.IMD અનુસાર, 13 થી 15 ડિસેમ્બર દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની પણ શક્યતા છે.

IMD અનુસાર, 13 થી 14 ડિસેમ્બર દરમિયાન પંજાબ, હરિયાણા, આસામ અને મેઘાલયમાં શીત લહેર આવવાની શક્યતા છે. 13 અને 14 ડિસેમ્બરે સવારે અને સાંજે ગાઢ ધુમ્મસ રહેવાની પણ શક્યતા છે.હવામાન વિભાગે પટના, ભાગલપુર, પૂર્ણિયા, ગયા અને આરા સહિત બિહારના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે સવારે અને સાંજે રસ્તાઓ પર ધુમ્મસ છવાઈ જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર, રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી