Surat News/ સુરતમાં ફરી ભીષણ આગની ઘટના, ચલથાણ બજારની પ્લાસ્ટિક દુકાનમાં આગ લાગતાં અફરાતફરી

સુરતમાં જનતા બજાર નામની પ્લાસ્ટિકની દુકાનમાં અચાનક આગ લાગી જતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Top Stories Gujarat Breaking News
આગ

Surat News:સુરત શહેરમાં આગની ઘટનાઓથી રાહત મળી નથી તેવામાં ચલથાણ બજારમાં વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે. જનતા બજાર નામની પ્લાસ્ટિકની દુકાનમાં અચાનક આગ લાગી જતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બંધ દુકાનમાંથી ધુમાડા નીકળતા લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને (Fire brigade) જાણ કરી હતી.

જનતા બજાર નામની પ્લાસ્ટિકની દુકાનમાં આગ

મળતી માહિતી અનુસાર, આગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્લાસ્ટિકનો માલ હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. સૌથી મોટી વાત એ છે કે દુકાનમાં ફાયર સેફ્ટીના કોઈપણ સાધનો નહોતા, જેના કારણે નુકસાન વધુ થયું હોવાનું અનુમાન છે. આગ પર કાબુ મેળવવા માટે બરડોલી અને પલસાણાની ફાયર ટીમોને બોલાવવામાં આવી હતી. દુકાનના પતરાં બંધ હોવાથી આગ અંદરથી ફેલાતી હતી, તેથી JCB મશીનની મદદથી પતરાં તોડીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.

બરડોલી અને પલસાણાની ફાયરની ટીમ ઘટના સ્થળે

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનમાં રહેલો પ્લાસ્ટિકનો માલ અને અન્ય સામગ્રીને નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.સુરતમાં તાજેતરમાં આગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.ડિસેમ્બર મહિનામાં જ રાજ ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં કરોડો રૂપિયાનો માલ બળીને ખાખ થયો હતો. આ ઉપરાંત વર્ષ 2025 માં ટેક્સટાઈલ માર્કેટ અને ગોડાઉનમાં અનેક આગની ઘટનાઓ બની છે. મુખ્ય કારણોમાં શોર્ટ સર્કિટ, ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ અને જૂના વાયરિંગનો સમાવેશ થાય છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ઉમરપાડા બજારમાં ભીષણ આગ, જૂતાની દુકાન બળીને રાખ

આ પણ વાંચો:સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આગ! 10થી વધુ ગાડીઓ સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે