Surat News : શહેરમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હોવાના મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. આજે બપોરના સમયે સુરતના સારોલી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં આગનો બનાવ સામે આવતા દોડધામ મચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સારોલી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં 10 માળે કાપડના દુકાનમાં આગ લાગી છે. ત્યારે 10થી વધુ ગાડીઓ સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને અફરાતફરીના માહોલ વચ્ચે ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો છે, ત્યારે આ આગ કાબૂમાં આવી જતાં કોઈ મોટી જાનહાનિ અને નુકસાન થયું નથી એવી માહિતી હાલ સામેઆવી રહી છે.
કાપડ માર્કેટમાં આગ લાગી હોવાથી કાપડનો મોટો જથ્થો આગની લપેટમાં આવી ગયો હોવાની આશંકા છે, જેના કારણે કરોડો રૂપિયાના માલસામાનને નુકસાન થવાનો ભય છે. હાલમાં, ફાયર વિભાગના જવાનો યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી રહ્યા છે અને આગ વધુ ન ફેલાય તે માટે પ્રયાસો ચાલુ છે. સદભાગ્યે, કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગથી થયેલા નુકસાનનો ચોક્કસ અંદાજ આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ જ લગાવી શકાશે.
ફાયર ઓફિસર દિનુ પટેલ પાસેથી મળતી માહિતી અનુસાર, કુબેરજી વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટના બારમાં માળે દુકાનો ભેગી કરીને એક મોટા ગોડાઉનમાં આગ લાગી છે. જેમાં મોટી સંખ્યામાં કાપડના મોટા રોલ મૂકવામાં આવ્યા હતા. અચાનક આગ ફાટી નીકળતા આફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આગ લાગવાના પગલે તાત્કાલિક તમામ વેપારીઓ અને કામદારો નીચે ઉતરી ગયા હતા.
ફાયર વિભાગને કોલ કરવામાં આવતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ગણતરીના સમયમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને આગળ પ્રસરતિ અટકાવવામાં આવી હતી. હાલ વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: જો આવું ન કર્યુ તો અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોની આત્મા ભટકશે… એક શખ્સે વીડિયોમાં કર્યો ચોંકાવનારો દાવો
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં બ્લેક બોક્સમાં છેલ્લી દસ મિનિટનું રેકોર્ડિંગ જ નહી, કાવતરાની આશંકા
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના રિપોર્ટથી કઈ કઈ શંકાઓ દૂર થઈ, હજી સુધી શું જાણી શકાયું નથી?
