Delhi News/ દિલ્હી એરપોર્ટ પર સુરક્ષા ભંગનો પ્રયાસ! CISF જવાનોએ દોડીને યુવકને પકડ્યો

બુધવારે બપોરે આશરે 3 વાગ્યે દિલ્હી IGI એરપોર્ટના (Delhi Airport)ટર્મિનલ-3ના (Terminal 3)ડિપાર્ચર ગેટ પર આ ઘટના બની હતી

Top Stories India
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના (Delhi Airport)ટર્મિનલ-3 પર સુરક્ષા વ્યવસ્થાને પડકારતો બનાવ સામે આવ્યો છે

Delhi News : દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના (Delhi Airport)ટર્મિનલ-3 પર સુરક્ષા વ્યવસ્થાને પડકારતો બનાવ સામે આવ્યો છે. એક યુવકે માન્ય મુસાફરી દસ્તાવેજો વિના બળજબરીથી એરપોર્ટ ટર્મિનલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સતર્ક CISF જવાનોએ (CISF Personnel)તાત્કાલિક કાર્યવાહી કરીને તેને પકડી લીધો હતો. સમગ્ર ઘટના એરપોર્ટ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ટર્મિનલ-3ના ગેટ પર યુવકની દોડધામ

મળતી માહિતી મુજબ, બુધવારે બપોરે આશરે 3 વાગ્યે દિલ્હી IGI એરપોર્ટના (Delhi Airport)ટર્મિનલ-3ના (Terminal 3)ડિપાર્ચર ગેટ પર આ ઘટના બની હતી. હરિયાણાનો રહેવાસી હોવાનું કહેવાતો યુવક માન્ય મુસાફરી ટિકિટ અને જરૂરી દસ્તાવેજો વિના સુરક્ષા વ્યવસ્થા ઓળંગીને અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.ગેટ પર તૈનાત સુરક્ષા કર્મચારીઓએ તેને રોક્યો હતો, પરંતુ યુવક કર્મચારીઓને ધક્કો મારીને અંદરની તરફ દોડવા લાગ્યો હતો.

CISF જવાનોએ ગણતરીની સેકન્ડોમાં પકડ્યો

યુવકને રોકવા માટે CISFના જવાનોએ (CISF Personnel)તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન સશસ્ત્ર જવાન પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અન્ય સુરક્ષા કર્મચારીઓની મદદથી યુવકને થોડા જ અંતરે પકડી લીધો હતો.

CISFના જણાવ્યા અનુસાર, ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ની સમયસર મદદ મળતાં યુવકને ગણતરીની સેકન્ડોમાં ઝડપી લેવામાં આવ્યો હતો. જેના કારણે એરપોર્ટની સુરક્ષામાં સંભવિત ભંગ થતો અટકાવી શકાયો હતો. યુવકની બેગમાંથી ઓળખ સંબંધિત કાર્ડ અને શૈક્ષણિક પ્રમાણપત્રો પણ મળી આવ્યા હતા.

દિલ્હી પોલીસને સોંપાયો, પ્રવેશ પાછળનું કારણ તપાસાશે

પકડાયેલા યુવકને વધુ તપાસ માટે દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો છે. તે એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા (Airport Security)ઓળંગીને અંદર પ્રવેશવાનો પ્રયાસ શા માટે કરી રહ્યો હતો, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

IGI એરપોર્ટ દેશના સૌથી સંવેદનશીલ એરપોર્ટ પૈકીનું એક છે. અહીં મુસાફરોને ટર્મિનલમાં પ્રવેશ માટે માન્ય ટિકિટ અને ઓળખપત્ર બતાવવું ફરજિયાત છે. એરપોર્ટની સુરક્ષાની (Airport Security)જવાબદારી CISF સંભાળે છે.

જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન પર પણ શંકાસ્પદ મુસાફર ઝડપાયો

આ અગાઉ દિલ્હીના જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન પર બેગની તપાસ દરમિયાન એક મુસાફરની બેગમાં એક્સ-રે મશીન દ્વારા શંકાસ્પદ ઘન વસ્તુ જોવા મળી હતી. તપાસ દરમિયાન મુસાફરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ CISFના જવાનોએ (CISF Personnel)પીછો કરીને એક્ઝિટ ગેટ પાસે તેને પકડી લીધો હતો.

આ બંને ઘટનાઓ બાદ દિલ્હી સહિતના સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા અને સતર્કતા વધુ મહત્વપૂર્ણ બની છે.


આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પર દોડશે ડ્રાઇવરલેસ ટ્રેન, માત્ર 13 મિનિટમાં ટર્મિનલ 1 થી 3 પહોંચાડાશે

આ પણ વાંચો: દિલ્હીમાં ધુમ્મસના કારણે હાહાકાર, IGI એરપોર્ટ પર 220 ફ્લાઇટ્સ મોડી, 40 રદ; મુસાફરો પરેશાન

આ પણ વાંચો: દિલ્હીના IGI એરપોર્ટ પર કટોકટી જાહેર, મોસ્કો જતી ફ્લાઇટમાંથી નીકળ્યો કાળો ધુમાડો અને…