Gujarat News : ગુજરાતમાં આજે ભારે ઉકળાય બાદ અનેક જીલ્લાઓમાં ભારે પવન બાદ વરસ્દા પડ્યો હતો. જેને લઈને અનેક ઠેકાણે વૃક્ષો ધારાશાયી થતા હતા. વિઝિબિલિટી ઓછી થઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.જેમાં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, દાહોદ, મહિસાગર, પંચમહાલ, છોડા ઉદેપુર ખેડા, મોરબી, અને નર્મદામાં વરસાદ પડ્યો હતો.
અમદાવાદ અને ગાંધીનગરમાં સાંજે વાવાઝોડા બાદ વરસાદ પડતા લોકોએ ઉકળાય વચ્ચે રાહતનો શ્વાસ લીધો હતો.
દાહોદમાં ફતેપુરા સહિત ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.જેને કારણે વાતાવરણમાં છંડક પ્રસરી ગઈ હતી. સુરેન્દ્રનગરના બોટાદ પાળિયાદમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેમાં કાનીયાવાડ ગામ પાસે વરસાદી ઝાપટા પડ્યા હતા. તે સિવાય બોટાદ, પાળીયાદ અને સાલીયાના નોલીમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
સાબરકાંઠામાં પણ વાવાઝોડા અને વરસાદને કારણે વૃક્ષો પડી ગયા હતા. હિંમતનગર અને ઈડરમાં પણ વૃક્ષો પડી જવાના બનાવ બન્યા હતા. રસ્તા પર મોટા ઝાડ પડી જવાથી રસ્તા બંધ થઈ ગયા હતા. ઈડરમાં બસસસ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરો પરેશાન થયા હતા.
સાબરકાંઠામાં યુજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી હતી. જેમાં વરસાદને કારણે બે વ્યક્તિને કરંટ લાગ્યો હતો. હિંમતનગરમાં શહેરના મુખ્ય શાક માર્કેટમાં બે યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાં એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. વરસાદને કારણે ટાવર ચોક અને શાક માર્કેટમાં વીજ પુરવઠો બંધ કરાયો હતો. અહીંની દુકાનના કેબલને કારણે વીજ કરંટ લાગ્યો હોવાની ચર્ચા છે.
તે સિવાય છોડા ઉદેપુરમાં કમોસમી વરસાદની શરઆત થઈ હતી. જેમાં વિજળીના કડાકા સાથે વરસાદ પડતા લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. દોહોદમાં ફકેપુરા સહિત ગ્રામ્ય પંથકમાં કાળા ડિબાંગ વાધલો વચ્ચે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
પાટણ જિલ્લામાં પણ બપોરના ઉકળાટ બાદ સિધ્ધપુર તાલુકામાં ગાજવીજ સાથે અને કરા સાથે વરસાદ પડ્યો હતો.દેવગઢ બારિયામાં પણ અનેક તાલુકામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. વાવાઝોડાએ તાલુકાને ઘમરોળી નાંખ્યું હોય તેવું જણાતું હતું.
અમરેલીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
મહિસાગર જીલ્લાના સંતરામપુરમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવનથી વાહનચાલકો પરેશાન થી ગયા હતા. વૃક્ષો ધારાશયી થવાથી મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામના દ્રસ્યો સર્જાયા હતા.
અમરેલીના બગસરા, જેઠીયાવદર, સમઠીયાળા અને કાગદડીમાં અને હામાપુરમાં વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત
આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે
આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત
આ પણ વાંચો: પગાર સમયસર નહીં તો કામ નહીં, રાજકોટમાં બસ ડ્રાઇવરોની હડતાળ
