સુરત/ રાંદેરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શિક્ષિકાને આપી જાનથી મારવાની ધમકી, જાણો શું છે મામલો

શિક્ષિકાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીને પાઠ ભ‌ણાવવા માટે રાંદેર પોલીસમાં ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે છેડતીનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી યશ જીતેન્દ્ર વેગડાની ધરપકડ કરી છે.

Gujarat Others
ભૂતપૂર્વ વિદ્યાર્થીએ

રાંદેરની શિક્ષિકાને તેના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીએ જાનથી મારી નાખવાની ધમકી આપી. એટલું જ નહી ભૂતપૂર્વ વિદ્યાર્થીએ તેનો પીછો કરી ઘર સુધી પહોંચી ગયો હતો. આખરે કંટા‌ળીને શિક્ષિકાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીને પાઠ ભ‌ણાવવા માટે રાંદેર પોલીસમાં ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે છેડતીનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી યશ જીતેન્દ્ર વેગડાની ધરપકડ કરી છે.

કામરેજમાં રહેતી અને રાંદેરમાં સરકારી સ્કૂલમાં નોકરી કરતી 41 વર્ષીય શિક્ષિકા પર 21મી જૂને એક કોલ આવ્યો હતો. તમારા ખબર અંતર પૂછવા માટે કોલ કર્યો છે, તેવી રીતે શિક્ષિકા પર 22મી જૂનથી લઈને 29મી જૂન સુધી તેણે કોલ કર્યા હતા. એટલું જ નહી તે સ્કૂલ છુટવાના સમયે શિક્ષિકાની પાછળ ઘર સુધી જતો હતો.

આ વિદ્યાર્થીની હેરાનગતિ એટલી વધી ગઈ હતી કે તે ઘણીવાર બાઈક લઈને શિક્ષિકાના ઘર સુધી પાછળ જતો હતો. આમ વિદ્યાર્થી સતત શિક્ષિકાને હેરાન પરેશાન કરતો રહ્યો હતો. જેથી શિક્ષિકાએ તેના પરિવારના લોકોને જાણ કરી ત્યારબાદ તેમણે વિદ્યાર્થીને બોલાવી માફી મંગાવી હતી.

તેમ છતાં પણ વિદ્યાર્થી થોડા દિવસ સુધી સુધરી ગયા બાદ ફરી પોતાની હરકત છતી કરી દીધી હતી અને વોચમેન પાસે આવીને શિક્ષીકાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેથી આખરે આ શિક્ષિકાએ કંટાળી સુરતના કામરેજ પોલીસ સ્ટેશન લઈ જઈ અરજી કરી હતી. બાદમાં પણ ફરી 18 જુલાઈએ બપોરે યશ સ્કુલ પર શિક્ષિકાને મળવા ગયો હતો. જેથી ગભરાઈ ગયેલા શિક્ષિકા રાંદેર પોલીસ સ્ટેશનમાં યશ જીતેન્દ્ર વેગડાની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:પનીર બટર મસાલા પર પર કુલ 22 ટકા GST? જાણો શું છે ગણિત

આ પણ વાંચો: સોનિયા ગાંધીની પૂછપરછ પૂર્ણ, ED દ્વારા 25 જુલાઈએ ફરી બોલાવવામાં આવ્યા

આ પણ વાંચો: જિલ્લા શિક્ષણ અધિકારીનું સર પ્રાઈઝ ચેકીંગ, ગુલ્લી મારતા 44 શિક્ષકો ફટકારી નોટીસ