Ahmedabad/ શહેરમાં ચોર બન્યા બિંદાસ, ઉત્તરાયણનાં દિવસે લાખો રૂપિયાની મોંઘીદાટ ઘડિયાળો થઇ ચોરી

અમદાવાદ શહેર પોલીસ માટે નવુ વર્ષ જાણે કે એક પડકાર લઈને આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણકે નવા વર્ષની શરૂઆતથી જ અમદાવાદમાં ચોરી લૂંટ અને હત્યાના બનાવો સામે આવ્યા છે….

Ahmedabad Gujarat

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ શહેર પોલીસ માટે નવુ વર્ષ જાણે કે એક પડકાર લઈને આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણકે નવા વર્ષની શરૂઆતથી જ અમદાવાદમાં ચોરી લૂંટ અને હત્યાના બનાવો સામે આવ્યા છે. ત્યારે શહેરની એક ઓળખ બની ચૂકેલા એવા સીજી રોડ પરથી ઉતરાયણની વહેલી સવારે તસ્કરો લાખો રૂપિયાની મોંઘીદાટ ઘડિયાળો ચોરીને ફરાર થઈ ગયા છે.

શહેરનાં સી.જી રોડ પર આવેલ THE GOLDEN TIME નામનાં ઘડિયાળનાં શોરૂમમાંથી લાખો રૂપિયાની ઘડિયાળની ચોરી થઇ જતા પોલીસ દોડતી થઇ ગઇ છે. તસ્કરોએ ઉતરાયણની રજાનો લાભ લઈને ફરાર થઈ ગયા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. લગભગ પાંચ જેટલા તસ્કરો શો રૂમનાં શટર પાસે આવે છે અને એક આરોપી ચાદર થઈ જાણેકે પોતાની કરતૂતો ને કોઈ જોઈ ન જાય તેમ આડી રાખે છે. અને બીજા તસ્કરો ગણતરીની મિનિટોમાં શટરનું લોક તોડી નાખે છે. જેમાંથી એક આરોપી દુકાનમાં પ્રવેશ કરે છે અને મોંઘીદાટ ઘડિયાળોને ટાર્ગેટ બનાવી ચોરી કરી ફરાર થઈ જાય છે.

જો કે બે દિવસ રજા બાદ આજે જ્યારે સ્ટાફ શો રૂમ ખોલવા માટે આવતા જ શટર તૂટેલું જોયું હતું અને દુકાનનો સમાન વેર વિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આશરે રૂપિયા 25 લાખ ની ઘડિયાળ ની ચોરી થઈ છે. જે અંગે પોલીસ એ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. સી સી ટી વી માં કેદ તસ્કરો ની હરકતો જોતા પોલીસ ને આશંકા છે કે આરોપી ઓએ અગાઉ રેકી કરી હોય શકે છે. કારણ કે એક જ આરોપી શો રૂમ માં પ્રવેશ કરે છે. અને જ્યાં મોંઘીદાટ ઘડિયાળો પડી છે તે જ જગ્યા પર પહોંચી ને ગણતરી ની મિનિટોમાં ચોરી કરી પલાયન થઈ જાય છે. સમગ્ર ઘટના ની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને આસપાસ ના સી સી ટી વી ફૂટેજ મેળવી, ડોગ સ્કોર્ડની મદદ લઈને આરોપી ઓ સુધી પહોંચવા માટે ના તમામ પ્રયત્નો શરૂ કર્યા છે. જો કે આરોપીઓ કેટલા સમયમાં પોલીસ પકડ માં આવે છે તે જોવું રહ્યું.

Ahmedabad: પૈસાની ઠગાઈ કરતો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી ઝડપાયો…

Ahmedabad: પોલીસે મહિલાને જાહેરમાં માર્યા લાફા, ઘટના કેમેરામાં થઇ કેદ

Vaccination / કોરોના રસીકરણ અભિયાનનાં પ્રથમ દિવસે જાણો કેટલા લોકોને અપાઇ ર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો