સુરેન્દ્રનગર/ ચુડા-સાયલા તાલુકામાં દરોડા પાડતા 10 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ

લીંબડી-ચુડા-સાયલા તાલુકામાં ઘર અને વાણિજ્ય વપરાશના 388 જોડાણ ચેક કરી 56 વીજ જોડાણોમાં ગેરરીતિ કરનાર ઈસમોને

Gujarat

લીંબડી-ચુડા-સાયલા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની 30 ટીમોએ વીજ ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. ઘર અને વાણિજ્ય વપરાશના 388 જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 56 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ હતી. વીજ ચોરી કરતા ઈસમોને 10 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો.

આ  પણ  વાંચો:કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર.. / આવતા અઠવાડિયે જ માર્કેટમાં આવી જશે કોરોનાની કેપ્સ્યુલ.

લીંબડી-ચુડા-સાયલા તાલુકામાં વીજ ચોરીના બનાવો વધતાં પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર એન.સી.દોલાણીની સુચના કા.ઈજનેર એમ.આર.ધામેચાના માર્ગદર્શન હેઠળ 30 ટીમોએ વીજ ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. સાયલામાં 7 વીજ ટીમે ચેકિંગ કરી ઘર અને વાણિજ્ય વપરાશના 136 વીજ જોડાણ તપાસ્યા જેમાંથી 20 જોડાણોમાં ગેરરીતિ ઝડપી પાડી હતી. ચુડામાં 8 ટીમોએ 123 ઘર વપરાશમાં ચેકિંગ કરી 17 જોડાણોમાં ગેરરીતિ ઝડપી હતી. લીંબડી તાલુકામાં 15 વીજ ટીમોએ 129 ઘર વપરાશના જોડાણો ચેક કરી 19 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપી પાડી હતી.

આ પણ  વાંચો:પોલીસ હેડક્વાર્ટર /  પ્રાથમિક શાળાના માસૂમોની વેદનાનો મામલો ગોધરાથી ગાંધીનગર પહોંચ્યો

લીંબડી-ચુડા-સાયલા તાલુકામાં ઘર અને વાણિજ્ય વપરાશના 388 જોડાણ ચેક કરી 56 વીજ જોડાણોમાં ગેરરીતિ કરનાર ઈસમોને રૂ.10.55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ચેકિંગની કામગીરી હાથ ધરાતાં વીજ ચોરી કરતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.