વધતી મોંઘવારી, બેરોજગારી, પ્રેમ પ્રકરણ, બીમારી અને લાચારી ના કિસ્સામાં કંટાળીને આપઘાત કરવાના કિસ્સામાં ભારે ઉછાળો આવ્યો છે. અમદાવાદ શહેરમાં પતિના ત્રાસથી કંટાળીને આયેશાએ કરેલા આપઘાતના બનાવની બાદ જ 48 કલાકમાં નવ લોકોએ ઉપરાછાપરી આપઘાત કરી લેતા શહેરમાં તેની ભારે ચર્ચાઓ ફેલાતી થઇ ગઈ છે.
1) વાડજમાં વિશાલ ગોર નામની વ્યક્તિએ ઘરે ગળો ફાંસો ખાઈને આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું.
2) વાડજમાં શંકરલાલ નિનામા નામની વ્યક્તિએ પોતાના ઘરના ત્રીજા માળેથી ઝંપલાવીને આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું.
3) એલીઝ્બ્રીજમાં જૈમિન ગાંધી નામની વ્યક્તિએ શેઠ કોર્પોરેટ ટાવરના છઠ્ઠા માળેથી ઝપલાવીને આપઘાત કર્યું હતું.
4) મેઘાણીનગરમાં સુમતિ જેન નામની વ્યક્તિએ પોતાના ઘરની ટાંકીમાં ડૂબી જઈને આપઘાત કર્યું હતું.
5) રામોલમાં અનુપ મિશ્રા નામની વ્યક્તિએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યું હતું.
6) વટવામાં યાસીન શેખ નામની વ્યક્તિએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યું હતું.
7) જીઆઈડીસીવટવામાં અબ્દુલ્લા ભાઈ નામની વ્યક્તિએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યું હતું.
8) મેઘાણીનગરમાં વિષ્ણુ પ્રજાપતિ નામની વ્યક્તિએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
9) વટવા જીઆઈડીસીમાં સોનીકુમારી નામની વ્યક્તિએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
મેટ્રોસિટી અમદાવાદમાં એકાએક વધી રહેલા આપઘાતના બનાવોને જોતા લાગી રહ્યું છે કે લોકો ઘરકંકાસ, બેરોજગારી, મોંઘવારી, પ્રેમ પ્રકરણ અને બીમારીથી કંટાળીને પોતાનું કિંમતી જીવન ટૂંકાવી રહ્યા છે જે ખરેખર એક રીતે જોવા જઈએ તો ખુબજ અયોગ્ય વાત છે. કારણકે કેટલી પણ કપરી પરિસ્થિતિમાંથી માનવી પસાર થાય પરંતુ, તેણે આપઘાત તો નજ કરવું જોઈએ. આપઘાત કરી લેવાથી કોઈ સમસ્યાનું નિરાકરણ આવતું નથી જોકે આપઘાત કરવાના કારણે ઘરના અન્ય સભ્યોની મુશ્કેલીઓ તો વધે છે જ સાથે તેમની ઉપર દુઃખના વાદળો પણ એટલા જ મંડરાઈ જાય છે.
આયેશાના કેસમાં પણ તેની ઉપર ઘણી બધી મુસીબતો મંડરાઈ રહી હતી અને ઉપરથી તેનો પતિ તેને હેરાન પરેશાન કરી રહ્યો હતો. અને આવા ખરાબ સમયમાં તેણીને હિમ્મત અને મજબૂત સપોર્ટની જરૂર હતી. જોકે, આયેશાએ જીવન ટૂંકાવાનું વિકલ્પ પસંદ કરી લેતા ઘરના સભ્યો અત્યારે પણ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. પરિવારજનોને વિશ્વાસ નથી થઈ રહ્યું કે તેમની દીકરીએ આપઘાત કરી લીધું છે અને તે દુનિયામાં ક્યારે પાછી નથી આવવાની છે.
આમ, એક વ્યક્તિ આપઘાત કરે છે અને તેનાથી આખું પરિવાર આઘાતમાં જતું રહે છે માટે વ્યકતિએ આપઘાતની જગ્યાએ નીડર બનીને મુશ્કેલીના સમયનો સામનો કરવો જ જોઈએ અને તેથી કહેવત છે કે “બુરા વક્ત કુછ દીનો કા હોતા હે…” એટલે થોડા સમય સુધી જો વ્યક્તિ મુસીબતોની સામે સંઘર્ષ કરે તો ચોક્કસ પણે તેને પાછળથી સારા પરિણામો મળી શકે છે.
