Himmatnagar news/ હિંમતનગરમાં શ્રીકૃષ્ણનો અનોખો હિંડોળો: પૌરાણિક સિક્કાઓથી કરાયો ભવ્ય શણગાર, દર્શન માટે ઉમટ્યા ભક્તો

Krishna Hindola Darshan: હિંમતનગરમાં શ્રાવણ માસ નિમિત્તે શ્રીકૃષ્ણના હિંડોળા દર્શનનું આયોજન. ભગવાનના હિંડોળાને પૌરાણિક સિક્કાઓથી અનોખો શણગાર કરાયો, ભક્તોમાં આકર્ષણ.

Gujarat Top Stories Trending
Krishna Hindola Darshan: હિંમતનગરમાં શ્રીકૃષ્ણનો UNIQUE હિંડોળો! 500+ પૌરાણિક સિક્કાઓથી ભવ્ય શણગાર

HimmatNagar News: શ્રાવણ માસ એટલે ભક્તિ, આસ્થા અને ભગવાનના વિવિધ અલૌકિક સ્વરૂપોના દર્શનનું પર્વ. ત્યારે હિંમતનગરમાં શ્રીકૃષ્ણ ભગવાનના હિંડોળા દર્શન (Krishna Hindola Darshan) માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રોજ અલગ-અલગ શણગારથી સજાવવામાં આવતા હિંડોળામાં આજે પૌરાણિક સિક્કાઓનો અનોખો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રાચીન સિક્કાઓથી સજાવાયેલા આ ભવ્ય હિંડોળાએ ભક્તોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.

શ્રાવણ માસમાં હિંડોળા દર્શનનું આયોજન

Krishna Hindola Darshan: હિંમતનગરમાં શ્રીકૃષ્ણનો UNIQUE હિંડોળો! 500+ પૌરાણિક સિક્કાઓથી ભવ્ય શણગાર
Krishna Hindola Darshan: શ્રીકૃષ્ણને અલગ-અલગ આકર્ષક અને મનમોહક શણગાર

હિંમતનગરમાં શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણના હિંડોળા (Himmatnagar Krishna Jhula) દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી નરનારાયણ દેવ મંદિર, અમદાવાદના તાબા હેઠળ આ ધાર્મિક આયોજન કરવામાં આવી રહ્યું છે.સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન શ્રીકૃષ્ણને અલગ-અલગ આકર્ષક અને મનમોહક શણગાર સાથે હિંડોળામાં બિરાજમાન કરવામાં આવે છે. જેના દર્શન માટે હિંમતનગર તેમજ આસપાસના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિર ખાતે પહોંચી રહ્યા છે.

Krishna Hindola Darshan: પૌરાણિક સિક્કાઓથી સજાવાયો હિંડોળો

હિંડોળા દર્શનના ભાગરૂપે આજે ભગવાન શ્રીકૃષ્ણના હિંડોળાને પૌરાણિક સિક્કાઓથી શણગારવામાં આવ્યો હતો. પ્રાચીન સિક્કાઓનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલો આ હિંડોળો પોતાની આગવી રચનાના કારણે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હિંડોળાની સજાવટમાં પ્રાચીન સિક્કાઓનો ઉપયોગ કરવામાં આવતા તેમાં એક તરફ ધાર્મિક ભાવના તો બીજી તરફ ભારતીય સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાની ઝલક જોવા મળી હતી.

Krishna Hindola Darshan: હિંમતનગરમાં શ્રીકૃષ્ણનો UNIQUE હિંડોળો! 500+ પૌરાણિક સિક્કાઓથી ભવ્ય શણગાર
Krishna Hindola Darshan: પ્રાચીન સમયના સિક્કાઓ અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનું સંયોજન ભક્તો માટે વિશેષ આકર્ષણ

પૌરાણિક સિક્કાઓથી કરવામાં આવેલા શણગારે હિંડોળાને આગવું અને મનમોહક સ્વરૂપ આપ્યું હતું. પ્રાચીન સમયના સિક્કાઓ અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનું સંયોજન ભક્તો માટે વિશેષ આકર્ષણ બન્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના આ અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભક્તોમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં પણ ધાર્મિક વાતાવરણ છવાયું હતું.

દરરોજ અલગ શણગાર ભક્તો માટે આકર્ષણ

પ્રાચીન સમયના સિક્કાઓ અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનું સંયોજન ભક્તો માટે વિશેષ આકર્ષણ

શ્રાવણ માસ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણને દરરોજ અલગ-અલગ શણગારથી હિંડોળે બિરાજમાન કરવામાં આવે છે. જેના કારણે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન હિંડોળા દર્શન માટે આવતા ભક્તો માટે દરરોજ કંઈક નવું જોવા મળે છે.ક્યારેક ફૂલો તો ક્યારેક વિવિધ વસ્તુઓથી કરવામાં આવતા શણગાર ઉપરાંત પૌરાણિક સિક્કાઓથી કરાયેલો (Antique Coins Decoration) આજનો શણગાર પણ ભક્તોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

પ્રાચીન સમયના સિક્કાઓ અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનું સંયોજન ભક્તો માટે વિશેષ આકર્ષણ

હિંમતનગર સહિત આસપાસથી ભક્તોની ભીડ

શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ભગવાન શ્રીકૃષ્ણના હિંડોળા દર્શનનો લાભ લેવા હિંમતનગર સહિત આસપાસના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મંદિર ખાતે પહોંચી રહ્યા છે.ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના વિવિધ શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. હિંડોળા દર્શનના આ ધાર્મિક આયોજનને લઈને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

@દિપકસિંહ રાઠોડ


આ પણ વાંચો: રાજકોટમાં જળસંકટના એંધાણ! નર્મદાના નીર બંધ, ડેમમાં કેટલું પાણી બચ્યું? જાણો સમગ્ર સ્થિતિ

આ પણ વાંચો: જસદણ હોસ્ટેલમાં બાળકીના મોતના કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય, જાણો સંચાલકોના જામીનનું શું થયું

આ પણ વાંચો: વેઈટરને અચાનક હાર્ટ એટેક, ઊંઝાના પટેલ પરિવારે CPR આપી બચાવ્યો જીવ