South Africa Cricketer Retirement News: આઈપીએલની 19મી સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે દક્ષિણ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન રાસી વાન ડેર ડુસેને (Rassie van der Dussen) આંતરરાષ્ટ્રીય ક્રિકેટના (Cricket) તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) દ્વારા વર્ષ 2026-27 માટે જાહેર કરવામાં આવેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી પડતા મૂકાયા બાદ ડુસેને આ મોટો નિર્ણય લીધો છે.
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર થતા લીધો નિર્ણય?
દક્ષિણ આફ્રિકા ક્રિકેટ (Cricket) બોર્ડે તાજેતરમાં જાહેર કરેલા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ડેવિડ મિલર અને રાસી વાન ડેર ડુસેન જેવા સિનિયર ખેલાડીઓને સ્થાન આપ્યું નથી. બોર્ડ હવે આગામી ટૂર્નામેન્ટો માટે યુવા ખેલાડીઓને તૈયાર કરવા પર ધ્યાન આપી રહ્યું હોય તેમ જણાય છે. કોન્ટ્રાક્ટમાંથી બહાર થયા બાદ ડુસેને સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને ક્રિકેટને (Cricket) અલવિદા કહ્યું છે. ચાહકો અટકળ લગાવી રહ્યા છે કે બોર્ડના આ વલણથી દુઃખી થઈને તેણે નિવૃત્તિ જાહેર કરી છે.
“દેશ માટે રમવું એ મારા જીવનનું સૌથી મોટું સન્માન”
પોતાની નિવૃત્તિની પોસ્ટમાં ડુસેને ભાવુક થતા લખ્યું કે, “હું ખૂબ જ ગર્વ અને આભાર સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી (Cricket) મારી નિવૃત્તિ જાહેર કરું છું. પ્રોટિયાઝ (દક્ષિણ આફ્રિકા) ની જર્સી પહેરવી એ મારા જીવનનું સૌથી મોટું સન્માન છે. આ સફર વર્ષોના બલિદાનથી બની છે, પરંતુ દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક દરેક પળ માટે લાયક હતી.” તેણે પોતાની પત્ની લારાનો પણ આભાર માન્યો હતો, જે તેના દરેક ઉતાર-ચઢાવમાં સાથે રહી હતી.
રાસી વાન ડેર ડુસેનની Cricket કારકિર્દી પર એક નજર
37 વર્ષીય ડુસેને દક્ષિણ આફ્રિકા માટે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે:
ટેસ્ટ: 18 મેચમાં 905 રન.
વનડે: 71 મેચમાં 2657 રન (6 સદી સાથે).
T20: 57 મેચમાં 1406 રન.
નોંધનીય છે કે ડુસેન IPL માં રાજસ્થાન રોયલ્સ ટીમનો પણ હિસ્સો રહી ચૂક્યો છે, તેણે વર્ષ 2022 માં 3 મેચ રમી હતી.

