Not Set/ કુલદીપ, શામી અને ચહલની ઘાતક બોલિંગથી કિવી ટીમ 157 માં ઢેર

કુલદીપ યાદવ (4/39), મોહમ્મદ શામી (3/19) અને યજુવેન્દ્ર ચહલ (2/43) ની મદદથી, ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં મજબૂત પકડ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતતા પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ ભારતીય બોલરોએ 38 ઓવરમાં માત્ર 157 રન આપી કીવી ટીમને ઓલ આઉટ કરી દીધી હતી. ઈનિંગ્સની શરૂઆતમાં મોહમ્મદ શામીએ પ્રથમ […]

Top Stories Trending Sports

કુલદીપ યાદવ (4/39), મોહમ્મદ શામી (3/19) અને યજુવેન્દ્ર ચહલ (2/43) ની મદદથી, ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં મજબૂત પકડ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતતા પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ ભારતીય બોલરોએ 38 ઓવરમાં માત્ર 157 રન આપી કીવી ટીમને ઓલ આઉટ કરી દીધી હતી.

ઈનિંગ્સની શરૂઆતમાં મોહમ્મદ શામીએ પ્રથમ ત્રણ ઓવરમાં બંને ઓપનરો સસ્તામાં આઉટ કરીને ભારતની ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. શમીએ આજે શ્રેષ્ઠ બોલિંગ કરતા તેણે પ્રથમ નવ બોલમાં બંને વિકેટો ઝડપી હતી. પ્રથમ ઓવરમાં, તેણે માર્ટિન ગુપ્ટીલ (5 રન) જયારે બીજી ઓવરમાં તેણે કોલિન મુનરો (9 રન) માં જ પ્રેવેલીયન પરત મોકલી દીધા હતા.

ત્યારબાદ યજમાન ટીમે કેપ્ટન કેન વિલિયમ્સન અને રોસ ટેલરની અપેક્ષા રાખતા બંને બેટ્સમેનો ટીમનો સ્કોર 52 રન સુધી લઈ ગયા હતા. પરંતુ તે પછી, કિવી બેટ્સમેન યુસુવેન્દ્ર ચહલના સ્પિન પર નૃત્ય કરવાનું શરૂ કર્યું. અગાઉ, તેણે રોસ ટેલર (24 રન) ને પોતાની બોલ પર ફસાવ્યો હતો. ત્યારબાદ 11 ના સ્કોર પર લાથમ ને પણ ચાલતો કર્યો હતો.

જયારે એકતરફ કિવી કપ્તાન ટકી રહ્યા હતા ત્યારે અન્ય બેટ્સમેન આયા રામ-ગયા રામ બની ગયા હતા. નિકલસે કિવી કેપ્ટનને સાથ આપતા ટીમ નો સ્કોર 100 રન સુધી પહોચાડવામાં મદદ કરી હતી. ત્યારબાદ જાધવની ઓવરમાં કુલદ્દીપના શાનદાર કેચે નિકલસનને પણ પ્રેવેલીયન પરત ફેરવ્યો હતો. નિકલસને 17 બોલમાં 12 રન બનાવ્યા હતા.ત્યારબાદ શમીએ સેન્ટનરને 14 રને આઉટ કરી તેની ત્રીજી વિકેટ મેળવી હતી.આ સમય દરમિયાન, ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને શરૂઆતમાં જીવનદાન મળવાનો ફાયદો ઉઠાવી તેની 36મી અર્ધ-સદી પૂર્ણ કરી હતી.

પરંતુ 146 રનના સ્કોર પર તેનો ધીરજ તૂટતા કુલદીપ યાદવની બોલ પર વિજય શંકર ધ્વારા તેનો કેચ પકડવામાં આવ્યો હતો. વિલિયમ્સને 81 બોલમાં 7 બાઉન્ડ્રી સાથે 64 રન બનાવ્યા. તે પછી, ન્યૂઝીલેન્ડની ઇનિંગમાં ભૂકંપ આવી ગયો. બ્રેસવેલ (7 રન) અને ફર્ગ્યુસન (0 રન) બનાવી પ્રેવેલીયન ની વાટ પકડી હતી. અંતે, કુલદીપે તેની ચોથી વિકેટ બોલ્ટને સ્લિપમાં કેચ સાથે પૂર્ણ કરી.

શમીએ 6 ઓવરમાં 19 રન આપી 3 વિકેટ, કુલદિપ યાદવે 10 ઓવરમાં 39 રન આપી 4 વેક્ટ, જયારે ચહલે 10 ઓવરમાં 43 રન આપી 2 વિકેટ મેળવી હતી.