Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાની તસ્કરી (Ahmedabad Airport Gold Seizure) સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. દુબઈથી અમદાવાદ આવેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં સર્ચ ઓપરેશન દરમિયાન કરોડો રૂપિયાનું સોનું મળી આવતા તસ્કરીના આંતરરાષ્ટ્રીય નેટવર્ક અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, કસ્ટમ વિભાગને મળેલી ગુપ્ત બાતમીના આધારે દુબઈથી અમદાવાદ આવેલી ઈન્ડિગો ફ્લાઈટ નંબર 6E-1478 પર ખાસ નજર રાખવામાં આવી હતી. ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport Gold Seizure) પર લેન્ડ થયા બાદ અધિકારીઓએ એરક્રાફ્ટની સઘન તપાસ શરૂ કરી હતી.
Ahmedabad Airport Gold Seizure:દુબઈથી આવી હતી સ્મગલિંગ!
તપાસ દરમિયાન એરક્રાફ્ટના આગળના ભાગમાં આવેલા શૌચાલયમાં શંકાસ્પદ વસ્તુ હોવાની માહિતી મળતાં એરક્રાફ્ટ એન્જિનિયરોની મદદથી સ્પીકર બોક્સની અંદર તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન કાળા રંગની પ્લાસ્ટિક ટેપથી વીંટાળેલા બે પાઉચ મળી આવ્યા હતા.
અધિકારીઓએ બંને પાઉચ ખોલીને તપાસ કરતા તેમાં વિદેશી માર્કિંગ ધરાવતા 24 કેરેટ અને 999.0 શુદ્ધતાવાળા કુલ 24 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલા સોનાનું કુલ વજન 2,799.3 ગ્રામ એટલે કે અંદાજે 2.8 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે.
કસ્ટમ વિભાગના અંદાજ મુજબ જપ્ત કરાયેલા સોનાની કિંમત આશરે 4,26,89,325 રૂપિયા થાય છે. આ સોનું ગેરકાયદેસર (Ahmedabad Airport Gold Seizure) રીતે ભારત લાવવામાં આવ્યું હોવાની આશંકાને પગલે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અધિકારીઓ હવે ફ્લાઈટમાં મુસાફરી કરનારા મુસાફરોની વિગતો, એરક્રાફ્ટ સ્ટાફ અને સંભવિત તસ્કરી નેટવર્ક અંગે માહિતી એકત્રિત કરી રહ્યા છે. આ ઘટનાથી એરપોર્ટ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે.
તાજેતરના સમયમાં એરપોર્ટો પર સોનાની તસ્કરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport Gold Seizure) પર થયેલી આ કાર્યવાહી કસ્ટમ વિભાગ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે.હાલ કસ્ટમ વિભાગે જપ્ત કરાયેલા સોનાને કબ્જે લઈને આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર 20 કરોડથી વધુનો ગાંજો જપ્ત: બેંગકોકથી આવેલા યુપીના યુવકની ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 1.13 લાખ વિદેશી સિગારેટ સ્ટીક્સ જપ્ત
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર 96 લાખનું સોનું જપ્ત, અન્ડરવેરમાં પેસ્ટ બનાવી છુપાવ્યું
