Ahmedabad News/ અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 1.13 લાખ વિદેશી સિગારેટ સ્ટીક્સ જપ્ત

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી 1.13 લાખથી વધુ વિદેશી સિગારેટ સ્ટીક્સ જપ્ત કરી, એમિરેટ્સ ફ્લાઈટના મુસાફરો તપાસ હેઠળ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Airport પર લાખોની સિગારેટ જપ્ત

Ahmedabad News: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) પર કસ્ટમ્સ વિભાગે દાણચોરી વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. એરપોર્ટ (Ahmedabad Airport) પર ઉતરેલા મુસાફરોના સામાનની તપાસ દરમિયાન મોટી માત્રામાં વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો હતો.

Ahmedabad Airport  પરથી 1.13 લાખ વિદેશી સિગારેટ સ્ટીક્સ જપ્ત

કસ્ટમ્સ વિભાગે તપાસ દરમિયાન કુલ 1,13,200 વિદેશી સિગારેટ સ્ટીક્સ જપ્ત કરી છે. આ સિગારેટ્સ 566 બોક્સમાં પેક કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા જથ્થામાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે, જેમાં ‘Mond’ બ્રાન્ડની 56,000 સ્ટીક્સ અને ‘Gudang Garam’ બ્રાન્ડની 57,200 સ્ટીક્સનો સમાવેશ થાય છે.

અમદાવાદ એરપોર્ટ
અમદાવાદ એરપોર્ટ

એમિરેટ્સ ફ્લાઈટથી લાવવામાં આવ્યો જથ્થો

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે Emirates ની ફ્લાઈટમાં આવેલા મુસાફરોએ કસ્ટમ્સ ડ્યુટી બચાવવા અને ગેરકાયદેસર વેચાણ માટે આ સિગારેટ્સ બેગેજમાં છુપાવી લાવ્યા હતા.

એક્સ-રે મશીને ખોલી પોલ

એરપોર્ટ (Ahmedabad Airport ) પર લગાવવામાં આવેલા અત્યાધુનિક એક્સ-રે મશીન દ્વારા શંકાસ્પદ બેગેજ ઝડપાતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. કસ્ટમ્સ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને સમગ્ર જથ્થો જપ્ત કર્યો હતો.

કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી

હાલ કસ્ટમ્સ વિભાગે સમગ્ર મુદ્દામાલ કસ્ટમ્સ એક્ટ હેઠળ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. દાણચોરીના આ નેટવર્ક સાથે અન્ય કોણ સંકળાયેલા છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો:દુબઈથી સોનાની દાણચોરી કરતા 3 લોકોની ધરપકડ, 1.81 કરોડ રૂપિયાનો સોનાનો પાવડર જપ્ત

આ પણ વાંચો:મુન્દ્રા પોર્ટ પરથી સિગારેટના કાર્ટૂન સાથે 2 શખ્સો ઝડપાયા

આ પણ વાંચો:આંબાવાડી વિસ્તારમાં વિદેશી સિગારેટનો જથ્થો પકડાયો