પાટણ શહેરમાં શહેરની ગાયત્રી મંદિર સામે આવેલ મહાદેવ નગર સોસાયટીમાં વરસાદના પાણીના નિકાલ માટે વારંવાર પાટણ નગરપાલિકામા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ જાતનુ નિરાકરણના આવતા મહાદેવ નગર સોસાયટી ના રહીશોએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષો એ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો હતો. અને વોર્ડ નંબર 6 મામાધવનગર સોસાયટીના 450 જેટલા મતદારો ચૂંટણીમાં મતદાનથી અળગા રહેશે.

પાટણ શહેરમાં ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલ મહાદેવ નગર સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીમાં વરસાદના પાણીના નિકાલ માટે વારવાર પાટણ નગરપાલિકામા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ જાતનુ નિરાકરણના આવતા મહાદેવ નગર ના રહેશો એ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષો એ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાડી ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

સોસાયટી માં લગાવેલ બોર્ડ માં લખ્યું છે કે, અમો વોર્ડ નં.6 ના મહાદેવનગર સોસાયટી ના તમામ રહીશોએ વરસાદી પાણી ના નિકાલ માટે ઘણા વર્ષોથી વારંવાર લેખિત, મૌખિક તેમજ રૂબરૂ રજૂઆત કરવાથી આજ દિન સુધી કોઈપણ જાતનું નિરાકરણ ન આવવાથી અમો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ.આથી કોઈપણ રાજકીય પક્ષો એ ચૂંટણીનો પ્રચાર કરવા અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ.“પહેલા કામ પછી જ વોટ” તેવા બેનરો લગાડી ચુંટણીનો બહિષ્કાર કરવાનો માર્ગ અપનાવી સત્તાધીશોનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરાયો છે.
આ પણ વાંચો:જામનગરમાં નવરાત્રિને લઈ અનોખું આકર્ષણ, યુવાનો કર્યું એવું કે તે જાણીને..
આ પણ વાંચો:“સચિન પાયલટને રાજસ્થાનના CM બનવા, ભાજપને રાજ્ય સોંપવા બરાબર…”: ટીમ ગેહલોત
આ પણ વાંચો:લતા મંગેશકરના જન્મદિવસ પર પીએમ મોદી અયોધ્યાને આપશે નવી ભેટ
