Ahmedabad/ આંબાવાડી વિસ્તારમાં વિદેશી સિગારેટનો જથ્થો પકડાયો

   વાડજ પોલીસે દારૂની 92 બોટલ પકડી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદ SOG ક્રાઈમે માહિતીને આધારે આંબાવાડી ભુદરપુરા રોડ પર આવેલા સાઈ પણ પેલેસમાં રેડ કરી હતી. ત્યારે ત્યાથી 157 નંગ વિદેશી સિગરેટના પેકેટ મળી આવ્યા હતા. આ સિગારેટના પેકેટ સાથે દુકાન માલિક યતીન રાઠોડ મળી આવ્યો હતો. યતીનની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ સિગારેટનો જથ્થો મુંબઈ સેન્ટ્રલ રોડ પરથી અજાણ્યા વ્યકિતએ આપ્યો હતો. SOG ક્રાઈમે પાન પાર્લરના માલિક અને સિગારેટનો જથ્થો મોકલનાર બંને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપી ફરાર છે.

જ્યારે વાડજ પોલીસે માહિતી મળતા ખોડીયારનગર છાપરાના નાકેથી નિમેશ જાડેજાને 2 દારૂની બોટલ સાથે ઝડપ્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, ખોડીયારનગરના છાપરામાં આવેલા ખંડેર મકાનમાં પણ બીજી દારૂની બોટલ છે. જેથી ઓલી આરોપીને સાથે લઈને આરોપીએ બતાવેલી જગ્યા ઉપર થઈ ત્યારે બે થેલા મળી આવ્યા હતા. જેમાં ચેક કરતા 90 જેટલી અન્ય દારૂની બોટલો મળી આવી હતી. આમ કુલ 92 દારૂની બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે રિક્ષામાં દારૂની હેરાફેરી કરનાર સન્ની અને 90 બોટલ દારૂનો જથ્થો રાખનાર વિષ્ણુ ઠાકોર વિરુદ્ધ વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હાલ એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: જૂનાગઢના કેશોદમાં બડોદરી નદીનો કહેર, રોડ રસ્તા અને ખેતરોનું ધોવાણ

આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું