Jungadh News: જૂનાગઢના કેશોદમાં વરસાદે મચાવ્યો કહેર. ભારે વરસાદને પગલે બડોદરી નદી છલકાઈ. બડોદરી નદીમાં પૂર આવતા રોડ રસ્તા અને ખેતરોમાં ધોવાણ થયું. બડોદરી નદીના પૂરે પસવાડિયા ગામને ભારે નુકસાન કર્યું. વરસાદની જમીની સ્થિતિ મેળવવા લેવા મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું પસવાડિયા ગામ પંહોચ્યું. ગામલોકોનું કહેવું છે કે નદીમાં પૂર વરસાદના કારણે નહી પરંતુ ડેમના દરવાજા ખોલવાના કારણે આવ્યું છે. લોકોએ એ પણ આક્ષેપ લગાવ્યો કે તેમની જાણ બહાર જ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. અને તેના કારણે ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા છે. ગામલોકોએ અમારી ટીમને એમ પણ કહ્યું કે તેઓએ પસવાડિયા ગામને ઘેડમાં સમાવેશ કરવા માંગ કરી છે.
રાજ્યમાં સર્વત્ર મેઘ મહેર જોવા મળી રહ્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ધોધમાર અને મુશળધાર વરસાદ જોવા મળ્યો. હાલમાં રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન તથા શિયર ઝોન અને દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી ઓફ શોર ટ્રફની રચના થઈ છે. જેને કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબક્યો. દ્વારકામાં 24 કલાકમાં 18 ઈંચથી વધુ વરસાદ ખાબકયો જ્યારે ધોધમાર વરસાદને પગલે જુનાગઢના કેશોદમાં અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. અને ગીર-સોમનાથના વેરાવળના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે.
કેશોદમાં વરસાદે ભારે તારાજી સર્જી. ગામોમાં વરસાદી પાણીના કારણે ખેતરો ધોવાઈ ગયા છે. પૂરના કારણે બિસ્માર બનતાં રોડને RCC બનાવવા માંગ કરવામાં આવી છે. તેમજ નદીના પૂરના લીધે ગામો સંપર્ક વિહોણા થયા છે. સંપર્ક વિહોણા ગામમાં પાક અને જમીનને મોટા પાયે નુકશાન થયું છે. ખેડૂતોને અત્યારે વાવણીનો સમય હોય ત્યારે જરૂરિયાત કરતાં વધુ વરસાદ આવતા ખેડૂતોને નુકસાન થયું છે. કેટલાક ખેડૂતો એવા પણ છે જેઓ ખેતી માટે ઉધારના પૈસા લીધા છે અને ખેતરોમાં પાણી ભરાતા મોટું નુકસાન ભોગવવાના દિવસો આવ્યા. આ માટે ખેડૂતોએ સરકારને નુકસાનના વળતરની માંગ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા
આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું
