ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડ કપ 2024માં ધમાકેદાર દેખાવ કર્યા બાદ હવે શ્રીલંકા પ્રવાસ પર રમતા જોવા મળશે. છેલ્લા કેટલાક મહિનાઓ હાર્દિક માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. IPL 2024માં હાર્દિકને પ્રશંસકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ પંડ્યાએ વર્લ્ડ કપમાં શાનદાર વાપસી કરી હતી. વર્લ્ડ કપ પૂરા થયા બાદ હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા થઈ ગયા. આ બધાની વચ્ચે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હાર્દિક માટે નવો આદેશ જારી કર્યો છે. આ આદેશ હાર્દિકની ફિટનેસ અને વનડે ફોર્મેટમાં તેની બોલિંગને ચકાસવા માટે આપવામાં આવ્યો છે.
શું છે BCCIનો નવો આદેશ?
હાર્દિક પંડ્યા વધુ ટી20 ક્રિકેટ રમતા જોવા મળ્યો છે. હાર્દિકને વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં ઘણીવાર ઈજા થતી જોવા મળી હતી. પંડ્યા છેલ્લે 2023માં ODI વર્લ્ડ કપમાં રમ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં પણ હાર્દિક માત્ર 4 મેચ જ રમી શક્યો હતો. જે બાદ હાર્દિક પંડ્યા ઈજાના કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં હવે BCCIએ હાર્દિકને વિજય હજારે ટ્રોફી રમવાની સલાહ આપી છે.
Hardik Pandya’s first appearance after Captaincy & separation at an event. 🥺 (Viral Bhayani).
– The pain in his eyes. 💔pic.twitter.com/sW6GMC46K9
— Tanuj Singh (@ImTanujSingh) July 21, 2024
BCCIના અધિકારીએ કહ્યું કે ઈજા બાદ હાર્દિકને લાંબા બોલિંગ સ્પેલ માટે અજમાવવામાં આવ્યો નથી. T20 ક્રિકેટમાં માત્ર 4 ઓવર જ નાખી શકાય છે. આવી સ્થિતિમાં હવે પસંદગીકારો વિજય હજારે ટ્રોફીમાં હાર્દિક પંડ્યાની બોલિંગ ફિટનેસની તપાસ કરશે.
<
Hardik Pandya place in the ODIs is also not guaranteed.Gambhir called Pandya & told him to play the Vijay Hazare Trophy to prove his bowling fitness
Hardik was also reminded by Gambhir that he was looking forward to seeing him bowl his full quota in ODIspic.twitter.com/rxkGiZwNrn
— Sujeet Suman (@sujeetsuman1991) July 20, 2024
/p>
હાર્દિકની ઈજા ચિંતાનો વિષય છે
હાર્દિક પંડ્યાની ઈજા ટીમ ઈન્ડિયા માટે એક અલગ જ મુશ્કેલી ઊભી કરે છે. આ કારણે શ્રીલંકા સાથેની ટી-20 સિરીઝ માટે પણ પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને હવે પંડ્યાએ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાને સાબિત કરવું પડશે. તેની ફિટનેસ અને વિજય હજારે ટ્રોફીમાં તેનું પ્રદર્શન વનડે ટીમમાં પંડ્યાનું સ્થાન નક્કી કરશે.
આ પણ વાંચો: ગંભીરના કોચિંગ સ્ટાફ તરીકે અભિષેક નાયર અને રેયાન ટેન ડોશેટની પસંદગી
આ પણ વાંચો:સિગારેટ પીવી આ સ્ટાર ખેલાડીને ઘણી મોંઘી પડી, ઓલિમ્પિકમાંથી જવું પડ્યું ઘરે પરત
આ પણ વાંચો: હાર્દિક પંડ્યાના છૂટાછેડાનું કારણ છે રશિયન મોડેલ એલેના?
